પ્લાસ્ટિકની અસર:ધ્રાંગધ્રામાં 10 વેપારીને રૂ. 5000નો દંડ કર્યો

ધ્રાંગધ્રા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ સામે ઝુંબેશ શરૂ

ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિકનુ વેચાણ કરતા 10 વેપારીઓને ઝડપી પાડયા હતા. તેમની પાસેથી 200 કીલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી રૂ. 5,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. આથી પ્લાસ્ટિકનું વેચાણ કરતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 75 માઇક્રોન સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સરકાર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે. ધ્રાંગધ્રા નગરપાલિકા સેનીટેશન વિભાગ દ્વારા ચેકિંગ કામગીરી કરવામાં આવી હતી. ત્યારે 75 માઇક્રોનથી નીચેના સિંગલ યુઝ પ્લાસ્ટીકના વપરાશ અને વેચાણ પર ધ્રાંગધ્રા નગરપાલિકાએ રેડ કરી હતી. જેમાં 200 કીલો પ્લાસ્ટીકનો જથ્થો પકડાયો હતો. અને 10 વેપારીઓને રૂ. 5,000નો દંડ કરવામાં આવ્યો હતો. આમ નગરપાલિકા દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટિક વેચાણ સામે ઝુંબેશ શરૂ કરવામાં આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો.

અન્ય સમાચારો પણ છે...