અકસ્માત:ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર ધ્રુમઢ ગામ પાસે રિક્ષા પલટી જતાં 1 બાળકીનું મોત

ધ્રાંગધ્રા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 9 ઇજાગ્રસ્ત, રસ્તા પરના ખાડાને કારણે ચાલકે રિક્ષા પરથી કાબૂ ગુમાવ્યો

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવ પર થઇ પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપર ગામના લોકો રિક્ષામાં ધ્રાંગધ્રા મજૂરી માટે આવી રહ્યા હતા. રીક્ષા ધ્રુમઢ ગામ પાસે રસ્તા પરના ખાડાના લીધે અચાનક પલટી ખાઇ જતા રિક્ષામાં સવાર પરિવારના 9ને ઇજા થઇ હતી. બનાવમાં 1 બાળકીનું મોત થયું હતું.જેમાં ઇજાગ્રસ્તોને એલએન્ડટી અને 108ની ટીમોએ મળી સારવાર માટે દવાખાને લઇ જવાયા હતા.

ધ્રાંગધ્રા-અમદાવાદ હાઇવે પર આવેલી ઘૃમઠ ચોકડી નજીક શટલ રિક્ષામાં પાટણ જિલ્લાના સમી તાલુકાના અમરાપર ગામેથી ધ્રાંગધ્રામા મજૂરી કામ માટે પરિવાર જતો હતો દરમિયન ખાડો આવતા ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા રિક્ષા પલ્ટી ખાઈ જતા અકસ્માત સર્જાયો હતો. મહિલા સહિત કુલ 9 લોકોને ઇજાઓ થઇ હતી.

જ્યારે 11 વર્ષની માસૂમ બાળા જાનુબેનનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે તાત્કાલિક 108ને જાણ કરાઇ હતી.જ્યારે એલએનટી ન વાહીદભાઈ કુરેશી, વિક્રમસિંહ પરમાર અને છગનભાઈ સહિત લોકોએ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ લઇ જવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...