રોષ:ચુડા વીજ કચેરીથી જૂના જકાતનાકા સુધી બનતા રોડનું કામ 1 માસથી ઠપ્પ

ચુડા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચુડામાં બનતા રોડનું કામ બંધ કરાતાં લોકોને હાલાકી વેઠવી પડે છે. - Divya Bhaskar
ચુડામાં બનતા રોડનું કામ બંધ કરાતાં લોકોને હાલાકી વેઠવી પડે છે.
  • ટૂંક સમયમાં કામ શરૂ નહીં કરાય તો આંદોલનની ચીમકી

ચુડા શહેરની વીજ કચેરીથી જૂના જકાતનાકા સુધીના અતિ બિસ્માર અને ખાડા ખડયીવાળા રસ્તાને કારણે વાહન ચાલકો અને રાહદારી પરેશાન થઈ ગયા હતા. અનેક રજૂઆતો બાદ તંત્ર દ્વારા રોડનું કામ મંજુર કરવામાં આવ્યું હતું. કોન્ટ્રાક્ટર દ્વારા દોઢેક માસ પહેલા રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું હતું. ચુડા PGVCLથી જૂના જકાતનાકા સુધીના બિસ્માર રોડના નિર્માણનું કામ હાથ ધરાતાં ગ્રામજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી. કોન્ટ્રાક્ટરે રોડ પર કપચી પાથરી પંચિગ કરી કામ બંધ કરી દેતાં લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

આ અંગે ચુડા ગામના સામાજિક કાર્યકર બી.પી.ઝાલાએ જણાવ્યું હતું કે છેલ્લા એક માસથી રોડનું નિર્માણ કાર્ય બંધ થતાં વાહનચાલકો અને રાહદારીઓને વધુ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. રોડ પર પાથરેલા કપચા ઉખાડી જતાં નાના-મોટા અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વાહનોના ટાયરોને પણ નુકસાન પહોંચ્યું રહ્યું છે. સાથો-સાથ મોટા વાહનો ચાલવાથી જે ધૂળની ડમરીઓ ઉડે છે તેનાથી લોકોના આરોગ્ય ઉપર ખતરો ઉભો થયો છે. જો ટૂંક સમયમાં રોડના નિર્માણનું કાર્ય હાથ ધરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...