તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:છત્રીયાળા રોડ પર અસામાજિક તત્ત્વો દબાણ કરતા હોવાની રાવ

ચુડા8 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • માથાભારે તત્ત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ
 • 15-20 વર્ષોથી ઝુંપડા બાંધીને રહેતા પરિવારોએ મામલતદાર અને કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી ન્યાયની માગણી કરી

ચુડાના છત્રીયાળા રોડ પર આવેલ સરકારી જમીનમાં અસામાજિક અને માથાભારે તત્વો દ્વારા દબાણ કરાતું હોવાનું રાવ ઉઠી રહી છે. 15-20 વર્ષોથી ઝુંપડા બાંધીને રહેતા ગરીબ પરિવારોએ ચુડા મામલતદાર અને કલેક્ટરને લેખીત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે.

ચુડાના છત્રીયાળા રોડ પર નદીકાંઠે સરકારી જમીન પર ઝુંપડા બાંધીને રહેતા દિલીપભાઈ એન.કાવેઠીયા, નાનજીભાઈ કરસનભાઈ, ગોવિંદભાઈ જસમતભાઈ મામલતદાર અને કલેક્ટર કચેરીએ આવી પહોંચ્યા હતા. ચુડા મામલતદાર એ.એસ.ઝાંપડા અને કલેક્ટર કે.રાજેશને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે છત્રીયાળા રોડ પર અમારો પરિવાર 15-20 વર્ષોથી ઝુંપડા બાંધી વસવાટ કરીએ છીએ. છેલ્લા પાંચેક દિવસથી અમે જે જગ્યાએ રહીએ છીએ તે વિસ્તારમાં અસામાજિક અને માથાભારે તત્વો JCB મશીનથી સાફ-સફાઈ કરી લોખંડના તાર વડે અમારા રહેણાંકના ઝુંપડીઓ ફરતે તારની વાડ કરી નાંખી છે. અમને આશરા વગરના કરી અહીંથી ખસેડવાની હિલચાલ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે.અરજદારે વધુમાં જણાવ્યું હતું કે અમારી વિચરતી અને વિમુક્ત જાતિઓ પૈકી દેવીપૂજક સમાજના લોકોએ અહીં રહેણાંકના પ્લોટ માટે માંગણી કરી હતી.પરંતુ હજુ સુધી અમારી માંગ સ્વીકારવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો