વિરોધ-પ્રદર્શન:ચુડામાં લોકો સમસ્યા મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા પણ પંચાયત કચેરીએ તાળાં મળ્યાં

ચુ઼ડા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચુડામાં મહિલાઓ સહિતના લોકો વિવિધ પ્રશ્ને રજૂઆત કરવા જતા ગ્રામપંચાયતને તાળા લાગેલા જોતા રોષ ફેલાયો હતો. - Divya Bhaskar
ચુડામાં મહિલાઓ સહિતના લોકો વિવિધ પ્રશ્ને રજૂઆત કરવા જતા ગ્રામપંચાયતને તાળા લાગેલા જોતા રોષ ફેલાયો હતો.
  • સફાઇનો અભાવ અને પીવાના પાણી પ્રશ્ને મહિલાઓએ પંચાયતમાં માટલાં ફોડ સહિત આંદોલનની ચીમકી આપી

ચૂડા ગ્રામપંચાયતમાં કથળેલી કામગીરીથી લોકો પરેશાન બની ગયા છે. તો બીજી તરફ પગારદારોને પગાર ન થતા કામથી અળગા રહેતા ગટર સહિતની ગામની સફાઇ અને પાણી વિતરણ ટલ્લે ચડતા મહિલાઓ સહિતના લોકોમાં રોષ ફેલાયો હતો. અને રજૂઆત કરવા દોડી ગયા તો ગ્રામપંચાયતને તાળા દેખાતા આંદોલનની ચીમકી આપી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી ગ્રામપંચાયત એટલે ચુડા ગ્રામપંચાયત. પરંતુ આ પંચાયત હાલ કર્મચારીના પગાર કોર્ટના આદેશને અનુસરીને વેરા વસુલાત કરી આવેલા નાણાથી 9 જેટલા કર્મચારીઓને અમુક રકમ આપી હતી. જ્યારે બાકી રહેલી રકમ હવે કોર્ટમાં નક્કી થયેલી તારીખે ભરપાઈ કરવાની છે. તો બીજી તરફ પંચાયત એક સાંધે તેર તૂટે જેવો ઘાટ હાલ સર્જાયો છે. નવ કર્મચારીને પગાર થયો તો રોજમદાર પગારદારોને પાંચ માસથી પગર બાકી હોવાથી કામથી અળગા થયા છે. જેની સીધી અસર ગામની સાફસફાઇ, ગટર સહિતની કામગીરી પર પડતા ઠપ થઇ ગઇ છે.

આ ઉપરાંત લોકોને પીવા માટેનું પાણી 20 દિવસ દરમિયાન મળે છે. આથી વોર્ડ નં. 1 પંચાયત શેરીની મહિલાઓ સાથે મળીને પંચાયતમાં રજૂઆત કરવા દોડી આવ્યા હતા. પરંતુ પંચાયતમાં સરપંચ ગેરહાજર અને પંચાયતને પણ તાળુ મારેલુ હોવાથી લોકોમાં રોષ ફેલાયો હતો. આથી મહિલા સહિતના લોકોએ આક્રોશ સાથે જણાવ્યુ કે, જો અમારી સમસ્યાઓ હલ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન સાથે પંચાયતમાં માટલા ફોડ સહિતના કાર્યક્રમો કરવાની ચીમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...