ટ્રાફિક પોલીસ મૂકવા માગણી:ચુડાથી લીબડી-સુરેન્દ્રનગર જવા ST પોઈન્ટ પર ટ્રાફિક સમસ્યાથી લોકો પરેશાન

ચુડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ST પોઈન્ટ પર ટ્રાફિક પોલીસ મૂકવા માગણી

ચુડા પંથકમાં દિન પ્રતિદિન વાહન વ્યવહાર વધતા જાય છે .તેમ તેમ ટ્રાફિકની સમસ્યા વધતી જાય છે. રસ્તા પર જેમ તેમ મનફાવે ત્યા ખાનગી વાહનો મુસાફરની હેરાફેરીની લહાયમા ઊભા રાખે છે. અને જ્યા ત્યા અડીંગા લગાવીને જમાવડો થતા અન્ય વાહનને પસાર થવામા મુશ્કેલી પડે છે. પરિણામે લોકોને હાલાકી વેઠવાનો વારો આવે છે.

આ ઉપરાંત નિર્દોષ નાગરિકોને અવાર નવાર સમસ્યા સર્જાઇ રહી છે. ખાસ કરીને જ્યા એસટી બસોના પોઈન્ટ છે ત્યા કોઈ તકેદારીના પગલા લેવાતા નથી. ત્યા કોઈ ટ્રાફિક પોલીસ કે જરૂર પડે રસ્તો ક્લિયર કરે મુસાફરોની હેરફેર બેફામ થાય છે. ખાનગી વાહનચાલકને કોઇ જાતનો ડર ન હોવાની બૂમરાણો ઊઠી છે. સવારે ટ્રાફિક જામ થતો હોવા છતાં તંત્ર તરફથી કોઈ જોવા પણ મળતું નથી.

એકબીજા વાહનો પસાર થવામાં જો વાહનો અડી જાય તો ઘર્ષણ થવાની ભીતિ સેવાઈ રહી છે. જવાબદાર તંત્રના પેટનું પાણી પણ હલતું નથી. અને સમસ્યાથી લોકો ત્રસ્ત બની ગયા છે. આથી આકસ્મિક ઘટના ન ઘટે તે પહેલા જવાબદાર તંત્ર જાગીને યોગ્ય પગલા ભરે તેમજ સવારે 6 વાગ્યાથી જ એસટી પોઈન્ટ પર એક જવાબદાર ટ્રાફિક પોલીસ મુકે એવી લોકમાગ ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...