આવેદન:રજાના દિવસે કરેલી કામગીરીનું ભથ્થું અપાવો: આરોગ્યકર્મીઓ

ચુડા, વઢવાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ચુડા ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓએ મામલતદાર કચેરી અને હેલ્થ ઓફિસરને રજૂઆત કરી હતી. - Divya Bhaskar
ચુડા ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓએ મામલતદાર કચેરી અને હેલ્થ ઓફિસરને રજૂઆત કરી હતી.
  • ચુડા, વઢવાણ તાલુકા ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓએ મામલતદાર અને હેલ્થ ઓફિસરને આવેદન પાઠવ્યું

ચુડા અને વઢવાણ તાલુકા ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓએ મામલતદાર કચેરી અને હેલ્થ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું. જેમાં જાહેર રજાઓનો કર્મચારીઓને લાભ અપાવવા અને અગાઉ જાહેર રાજાના દિવસે અને રવિવારે કરેલી કામગીરીનું ભથ્થુ અપાવવા માંગ કરી હતી. ચુડા અને વઢવાણ તાલુકા ક્ષેત્રીય આરોગ્ય કર્મચારીઓએ વિવિધ પ્રશ્નોને લઇ મામલતદાર કચેરી અને હેલ્થ ઓફિસરને લેખિત રજૂઆત કરી હતી. જેમાં જણાવ્યા મુજબ કોરોના કાળથી અત્યાર સુધી મલ્ટિપર્પઝ હેલ્થવર્કર, ફિમેલ હેલ્થ વર્કર, હેલ્થ સુપરવાઇઝર 2 વર્ષથી રોજીંદી કામગીરી અને ફરજ બજાવીએ છીએ.

જેમાં રસીકરણ, રાત્રી રસીકરણ, જાહેર રજાઓમાં મહાઅભિયાન સહિતમાં કામ કર્યું હતું. જેમાં રાત્રરસીકરણ દરમીયાન મહિલા કર્મીઓના સલામતીના પ્રશ્નો પણ ઊભા થાય છે. જ્યારે સતત કામગીરીથી માનસિક તણાવ અને હતાશા રહે છે. આથી રવિવાર અને જાહેર રજાનો લાભ અપાવવા માંગ કરાઇ હતી. જ્યારે રસીકરણ અભિયાન દરમિયાન રવિવાર અને જાહેરરજાઓના દિવસે પણ કરેલ કામગીરીનું પગાર ભથ્થું ચૂકવવા માગ કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...