જેપરના નવા સરપંચનો આક્ષેપ:4 માસ થયા છતાં કોઈ દસ્તાવેજો મળ્યા નથી

ચુડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચુડા તાલુકાના જેપર ગામના સરપંચે આક્ષેપ કર્યો છે કે ગ્રામ પંચાયતના જૂના કે નવા એકપણ દસ્તાવેજો મળ્યા નથી. ચાર્જ સંભાળે 4 માસ પૂર્ણ થયા છતાં બેંક ખાતામાં સહિ પણ બદલાવી નથી. જેના કારણે ચૂંટણી પૂર્ણ થયે 5 મહિના વીતવા છતાંય ગામના વિકાસના કોઈ કામ થઈ શક્યા નથી. ચુડા તાલુકાના જેપર ગામના સરપંચ હેતલબેન જયેશભાઈ વનાણીએ TDOને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે સરપંચની ચૂંટણી પૂર્ણ થયે 5 માસ વીતી ગયા છે. તલાટી કમ મંત્રીને અનેકવાર રજૂઆતો કરવા છતાંય જેપર ગ્રામ પંચાયત એકપણ રજીસ્ટ્રર મળ્યું નથી.

ઘરવેરાની પહોંચ, પંચાયતમાં નિભાવાતું ડેસ્કટૉપ, પંચાયત પાસે શું શું સાધન સામગ્રી છે? પંચાયત પાસે કેટલી ગ્રાન્ટ છે? વાર્ષિક હિસાબી સરવૈયા બતાવવામાં આવ્યા નથી. નવા સરપંચ તરીકે ચાર્જ સંભાળ્યે 4 મહિના કરતા વધુ સમય વીતી ગયો હોવા છતાં બેંક ખાતામાં સહિ પણ બદલાવી નથી. આ અંગે ઈ.ટીડીઓ એસ.આઈ. ઝિંઝુવાડીયા એ જણાવ્યું હતું કે મોટાભાગના સરકારી રેકર્ડો સાચવવાની જવાબદારી તલાટીની હોય છે. છતાંય નવા સરપંચને જૂની પંચાયત બોડીએ કરેલા કામનો હિસાબ જોઈ શકે છે. 4 મહિના થવા છતાંય નવા સરપંચની સહી બેંકમાં નહીં બદલાવીએ ગંભીર બાબત છે. ટૂંક સમયમાં જેપર ગ્રામ પંચાયતના નવા સરપંચના પ્રશ્નનો હલ કરવા પુરતા પ્રયત્નો કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...