સંમેલન:ચુડામાં નમો કિશાન પંચાયત કાર્યક્રમ યોજાયો

ચુડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચુડા તાલુકા મથકે નમો કિશાન પંચાયત અંતર્ગત તા. 5 માર્ચને શનિવારે ચુડા-વસ્તડી રોડ પાસે ગુરુકુળ વિદ્યાલયના પ્રાંગણમાં સંમેલન યોજાયુ હતુ. જેમાં ખેડૂતલક્ષી જેમ કે રાસાયણીક ખેતીથી થતા નુકસાન જેની માઠી અસર લોકોના સ્વાસ્થ્ય પર થાય છે. જે બાબતની ગંભીરતા દર્શાવી હતી. તેમજ ખેડૂતવર્ગને હાલ સરકારી ગાઇડલાઈન આધારીત ખેતી કરવા અપાતા પ્રોત્સાહન વિશે તંમજ અન્ય યોજનાઓથી ખેડૂતોને મળતા લાભોથી માહિતીગાર કર્યા હતા.

ચુડા વિસ્તારમાં નર્મદા બોટાદ શાખા નહેર દ્વારા સિંચાઇ માટે પાણીથી વંચિત રહેતા વિસ્તારોમાં ઝડપથી કાર્ય આરંભી લોકોની સમસ્યા હલ કરવા વગેરે કામગીરી કરાઇ હતી. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણા, નિમુળબેન બાંભણીયા, જિલ્લા પંચાયત પ્રભારી મહામંત્રી તેમજ અનિરૂદ્ધસિંહ પઢિયાર, જગદીશભાઇ મકવાણા, તનકસિંહ રાણા, જિલ્લા સદસ્ય દશુભા ઝાલા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...