ગ્રામજનોમાં રોષ:ચુડાના નવી મોરવાડ ગામે આવારા તત્ત્વોએ હવાડો તોડી નાખ્યાની રાવ

ચુડા8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હવે પશુઓને પાણી માટે વલખાં મારવાના દહાડા

ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે આવારા તત્ત્વોએ પશુઓને પાણી પીવાનો હવાડો તોડી પાડતા ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. ભર ઉનાળામાં પશુઓને પાણી પીવા માટે ભાટકવાનો દિ’’ આવતા હવાડો તોડી નાખનારા લુખ્ખા તત્વો સામે લોકોએ ફિટકાર વરસી રહ્યા છે.

ચુડા તાલુકાના નવી મોરવાડ ગામે રહેતા જયંતીભાઈ દેવીપૂજકે જણાવ્યું હતું કે વીસેક વર્ષ પહેલા મારા બહેનનું અકસ્માતમાં મોત થયું હતું. અકસ્માતને કારણે મોત થતા અમને 40,000 રૂ.ની સહાય મળી હતી. આ પૈસાનો અમે ગામ તળમાં પશુઓ પાણી પી શકે તે માટે હવાડો બનાવ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી અમારા ગામમાં દારૂનો વેપલો કરનારા શખસો હવાડામાંથી પાણી ભરી જતા હતા. પશુઓના પીવાના પાણીનો દુરુપયોગ થતા અમે 2 દિવસ હવાડામાં પાણી ભરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ અમારા ગામના રાણુ રૂપા કાંજીયા, ભુપત રૂપા કાંજીયા, વિરમ ભુપત કાંજીયા અને ગોવિંદ રૂપા કાંજીયા દ્વારા હવાડાને તોડી પાડવામાં આવ્યો છે. હવાડો તોડી નખાતા પશુઓને પાણી માટે વલખાં મારવાના દિવસો આવી ગયા છે. ભર ઉનાળામાં પશુઓને પાણી પીવા માટે ભાટકવાનો દિ’’ આવતા હવાડો તોડી નાખનારા લુખ્ખા તત્વો સામે લોકોએ ફિટકાર વરસી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...