અકસ્માત:ચુડામાં મતદાન કરવા કોરડા ગયેલી પત્નીને તેડવા જતાં પતિનું અકસ્માતમાં મોત

ચુડાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચુડા તાલુકાના ભૃગુપુર ગામના યુવાને કોરડા ગામે મતદાન કરવા ગયેલા પત્નીને તેડવા બાઈક લઈ જઈ રહ્યા હતા. ત્યારે ચોકડી ગામ નજીક બાઈક ઊંડા ખાડામાં ઉતારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાનનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.

ચુડા તાલુકાના ભૃગુપુર ગામના રમેશભાઈ દાનાભાઈ ગોવિંદીયા બાવળામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન કરવા તેમના પત્ની હંસાબેનને કોરડા ગામે મૂકીને તેઓ ભૃગુપુર ગામે મતદાન કરવા પરત ફર્યાં હતા. રાત્રે તેઓ પત્નીને તેડવા બાઈક લઈ નીકળ્યા હતા.

ચોકડી ગામ નજીક તેમનું બાઈક ખાડામાં ઉતારી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં રમેશભાઈ ગોવિંદીયાનું અવસાન થયું હતું. સવારે ચોકડી રોડ પરથી પસાર થતા રાહદારીઓએ ઘટના અંગે ચુડા પોલીસને જાણ કરી હતી. પોલીસ અને મૃતકના પરિવારજનોએ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ચુડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...