ચુડા બાપા-સીતારામની મઢુલી પાછળ એક જ્ઞાતિના બે જૂથો વચ્ચે મારામારી થઈ હતી. જેમાં બન્ને જૂથના 3 લોકોને ઈજાઓ પહોંચી હોવાની હકીકત બહાર આવી છે. ઘાયલોને સારવાર માટે ચુડા અને સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસ ટીમે બનાવની જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
ચુડા-ચોકડી રોડ પર આવેલી બાપા-સીતારામની મઢુલી પાછળના રહેણાકના વિસ્તારમાં પ્લોટ કે રસ્તો ચોખ્ખો કરવા બાબતે ચાલતા જેસીબી મશીનને લઈને એક જ્ઞાતિના બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. બોલાચાલીએ ઝઘડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બન્ને જૂથના લોકો ધોકા, પાઈપ, છરી સહિતના હથિયારો લઈ સામસામે આવી ગયા હતા.
ઝઘડો શરૂ કરી એકબીજા ઉપર તૂટી પડ્યા હતા. જેમાં એક જૂથના હરપાલસિંહ ભીખુભા ગોહિલ અને ઘનશ્યામસિંહ ભીખુભા ગોહિલને ઈજા પહોંચી હતી. બન્ને ઘાયલોને સારવાર અર્થે ચુડા આરોગ્ય કેન્દ્રમાં ખસેડાયા હતા. જ્યારે સામે પક્ષે પણ 1 વ્યક્તિને ઈજા પહોંચી હોવાની હકીકત બહાર આવી છે. તેમને સારવાર અર્થે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને પગલે પોલીસે બનાવની જગ્યાએ બંદોબસ્ત ગોઠવી દઈ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી દીધી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.