તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:ચુડાના વૃદ્ધ ઘર ફળિયામાં 125 વૃક્ષો વાવી તેનું જતન કર છે

ચુડા9 દિવસ પહેલાલેખક: પૃથ્વીરાજસિંહ ઝાલા
  • કૉપી લિંક
  • 13 વર્ષથી ઘરમાં 1,000 વૃક્ષો ઉછેરીને શાળા, સ્મશાન સહિત જગ્યાએ વાવેતર કરી દે છે

પાલીતાણામાં જન્મેલા 67 વર્ષીય મહેશભાઈ ઉપાધ્યાય છેલ્લા 60 વર્ષોથી ચુડામાં સ્થાયી છે. તેમણે ચુડામાં જમીન રાખી ખેતી શરૂ કરી હતી. ખેતીમાં તેઓ હંમેશા નવા નવા પાકોનું વાવેતર કરતા હતા. સમય સંજોગો બદલાતા તેમને ખેતી મુકવી પડી. પરંતુ તેઓ પ્રકૃતિ પ્રેમથી અળગા રહ્યા નહોતા.

ખેતી મુક્યા પછી મહેશભાઈએ વર્ષ-2007થી તેમના જુનવાણી ઘરમાં જ અલગ અલગ જાતના વૃક્ષોનું વાવેતર કરવાનું શરુ કર્યું. તેઓ ઘરના ફળિયામાં તેમજ ઘરની અલગ અલગ જગ્યા પર કુંડાઓ રાખી તેમાં 125 જેટલા વૃક્ષોનું વાવેતર કરી તેનું જતન કરી રહ્યા છે. પર્યાવરણને બચાવવા તેમજ ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા યોગદાન આપી રહ્યા છે. તેમને વાવેલા વૃક્ષો જયારે મોટા થઈ જાય ત્યારે તેઓ આ વૃક્ષોને ગામના સ્મશાન, શાળા, આરોગ્ય કેન્દ્ર જેવી જાહેર જગ્યાઓ પર જઈ તેનું વાવેતર કરી દે છે. આમ કરતા કરતા તેમણે છેલ્લા 13 વર્ષમાં આશરે 1,000 જેટલા વૃક્ષોનું જતન કરી મોટા કર્યાં છે.

પોતાના પ્રકૃતિ પ્રેમ વિષે વાત કરતા મહેશભાઈ જણાવ્યું હતું કે નાનો હતો ત્યારથી જ મને વૃક્ષો તેમજ પ્રકૃતિ સાથે કંઈક વધારે જ લગાવ હતો. ત્યારથી જ મેં વિચાર્યું કે મારાથી થશે એટલા વૃક્ષોનું જતન કરીશ અને લોકોને પણ પર્યાવરણની રક્ષા તેમજ વૃક્ષોના મહત્વ વિશે સમજાવીશ. બસ ત્યારથી મે ઘરમાં જ વૃક્ષો વાવ્યા. આજે ચુડામાં મારા સિવાય અન્ય ચાર મિત્રોએ પણ તેમના ઘરમાં જ વૃક્ષોનું જતન કરવાનું શરુ કર્યું છે. તેમના પુત્ર ત્રિલોક જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં જ્યાં લોકો ઓક્સિજન માટે દોડાદોડ કરતા હતા. ત્યારે અમારા ઘરમાં આજ સુધી કોઈ કોરોના સંક્રમિત થયું નથી. મારા પિતા રોજ સવારે અને સાંજે આશરે બે કલાક ફક્ત વૃક્ષોનું જતન કરે છે.

અન્ય સમાચારો પણ છે...