તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:ચુડાની વાસળ નદીમાં ચોમાસા પહેલાં સફાઇ અભિયાન હાથ ધરો

ચૂડા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચુડાની વાસળ નદીમાં ઠેર ઠેર બાવળો અને ઝાળી ઝાંખરા ઉગી નિકળ્યા છે. - Divya Bhaskar
ચુડાની વાસળ નદીમાં ઠેર ઠેર બાવળો અને ઝાળી ઝાંખરા ઉગી નિકળ્યા છે.
  • નદી પટની આસપાસ દબાણ હોવાથી જાનમાલને નુકસાન

ચુડા પાસેથી પસાર થતી વાસળ નદીના પટમાં ઠેરઠેર બાવળ ઉગી નીકળ્યા છે.આથી વરસાદમાં નદીમાંપાણી આવે તો પાણીના વહેણને અડચણ રૂપ થાય તેમ છે. જ્યારે નદીની બંન્ને બાજુ દબાણો હોવાથી આ પાણી તેમાં ફરી વળે તો જાનમાલને નુકશાનીનો ભય હોવાથી સફાઇ અભિયાન હાથ ધરવા લોકમાંગ ઉઠી છે. નદીઓ લોક માતા કહેવાય છે પરંતુ જ્યારે નદીના પાણી પ્રવાહમાં અંતરાય ઉભા થાય ત્યારે નદી રોદ્રરૂપ ધારણ કરી વીનાશ વેરી નાંખે છે. ત્યારે ચુડા પાસેથી પસાર થતી વાસળ નદીમાં મોટા પ્રમાણમાં ઝાળી ઝાંખરાઓ અને બાવળ ઉગી નિકળ્યા છે.

આ નદીમાં ચોમાસામાં પાણી આવેતો આ બાવળ અને ઝાડી ઝાંખરા પાણીના પ્રવાહને અવરોધે છે. જેથી નદીના પાણી આસપાસની વસાહતનમાં પહોંચી જાય છે. જ્યારે નદી કાંઠે બંન્ને બાજુ વસાહત અને બાંધકામ કરી દબાણ કરેલ છે. રાજકારણીઓ અને અધિકારીઓની મીલીભગતના કારણે નદીનું વહેણ વાસ્તવીક લાઇનમાં વહી શકે તેમ નથી જો અતિવૃષ્ટીકે વધુ વરસાદ આવે તો આ દબાણોમાં પાણી ફરી વળતા જાનમાનલને નુકશાન થાય તેમ છે.આથી તંત્ર આગમચેતી રાખી નદીમાં સફાઇ અભિયાનહાથ ધરી લોકહિતમાં કામ કરે તેવી લોકમાંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...