વરસાદી પાણીના નિકાલનો અભાવ:હજુ તો ચોમાસુ આવ્યું નથી એ પહેલાં આરોગ્ય કેન્દ્રમાં જળબંબાકાર, 108માંથી દર્દીને ઉતારવા નાકે દમ આવ્યો

ચુડા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચુડા આરોગ્ય કેન્દ્રમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થાના અભાવે પાણી ભરાઈ ગયું હતું. પાણી અને માટી ભેગી થતા હોસ્પિટલમાં કીચડ જામી ગયો હતો 108માં દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યો હતો. કીચડને કારણે વાહનનો દરવાજો ખોલવો મુશ્કેલ હતો.

દરવાજો ખોલવા 108નો ચાલકે વાહન ઉપર ચડ્યો હતો. વાહન ઉપર પાછળના ભાગે જઈ દરવાજો ખોલ્યો ત્યારબાદ દર્દીને નીચે ઉતારવામાં આવ્યો હતો. ચુડા આરોગ્ય કેન્દ્રમાં દર ચોમાસે આ સ્થિતિ ઊભી થાય છે.

અન્ય સમાચારો પણ છે...