તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:1 વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતો આરોપી ઝડપાયો

ચુડા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચુડાના ચોકડીની પરણિત પ્રેમીકા સાથે મળી પ્રેમીએ પતિનું કાસળ કાઢ્યું હતું

ચુડા રૂગનાથ ચોક પાસે રહેતો યોગેન્દ્ર ઝાલાને ચોકડી ગામની પરણિતા સાથે આંખ મળી ગઈ હતી. પ્રેમ સબંધમાં આડખીલી રૂપ બનતા પતિને પ્રેમી-પ્રેમિકાએ કાસળ કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. વર્ષ-2006માં પ્રેમી-પ્રેમીકાએ પૂર્વ આયોજિત કાવતરું ઘડી ખેતરમાં સૂતેલા પતિ ઉપર ધારિયાના 3 ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

પોલીસે આ કેસમાં પરણિત પ્રેમીકા સાથે પ્રેમીને ઝડપી પાડ્યો હતો. યોગેન્દ્ર ઝાલાને કોર્ટે જન્મટીપની સજા ફટકારી હતી. રાજકોટ જેલમાં સજા ભોગવી રહેલા યોગેન્દ્ર ઝાલાને કોર્ટે તા.3 ઓગસ્ટ 2020 સુધી 60 દિવસ પેરોલ રજા પર છોડ્યો હતો. એકાદ વર્ષથી પેરોલ જમ્પ કરી નાસતો હતો.

એએસઆઈ રઘુભાઈ રબારીને બાતમી મળી હતી કે યોગેન્દ્ર ચુડા ગામની બંધારીના માર્ગે અવાવરું જગ્યાએ છુપાયેલો છે. ચુડા પીએસઆઈ એચ.જી.ગોહીલ, શિવરાજસિંહ રાણા, ધમભા ચૌહાણ, ભરતભાઈ સભાડ સહિતનાએ હકીકતની જગ્યાએ છાપો મારી તેને ઝડપી પાડયો હતો.

અન્ય સમાચારો પણ છે...