ચુડા શહેરમાં વારંવાર ટ્રાફિકની સમસ્યાથી લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે રસ્તા પસાર થતુ પીકઅપ વાહન ગટરમાં ખાબકતા ચક્કાજામ થઇ ગયો હતો. આથી હોમગાર્ડ અને યુવાનો દ્વારા વાહનને બહાર કાઢતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ચુડા તાલુકા મથકો હોવા છતા પ્રાથમિક સુવિધાઓથી પીડાતા અનેક હાલાકીનો લોકોને સામનો કરવો પડી રહ્યો છે. ચુડામાં વાહન વ્યવહાર દિન પ્રતિદિન વધતા રોડ ઉપર વાહન ચલાવવુ મુશ્કેલ થઈ પડે છે. આ ઉપરાંત રસ્તા પર રીપેરીંગ કરવાને અભાવે અવાર નવાર ટ્રાફિક જામ થઈ જાય છે. બીજી તરફ અન્ય સ્થળે કયાક વાહનો ખાડામાં ફસાઈ જવાના બનાવ બનતા હોય છે.
આવા સમયે ચૂડા ગામની નાની બજારમાં સોમવારે સવાર એક પીકઅપ વાહન પસાર થતા સમયે વળાંક વળતા વાહન ગટર મા ફસાઈ ગયુ હતુ. જેના કારણે રસ્તા પર જ અન્ય વાહન વ્યવહાર ઠપ્પ થઇ જતા લોકોને મુશ્કેલી ભોગવવી પડી હતી. આ ઘટના બનતા જ હોમગાર્ડના જવાન વિકાસભાઈ તેમજ ડાયાભાઈ અને વાણીયા લલાભાઈ તેમજ અન્ય યુવાનોના સહકારથી ગટરમાંથી ગાડી ઊંચકીને રસ્તા પર લાવી ટ્રાફિકજામ દૂર કરાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.