આગ પર કાબૂ મેળવાયો:નટવરગઢના પાદરમાં આગ લાગતાં ગામતળના વાડાઓ બળીને ખાખ

ચુડા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નટવરગઢના પાદરમાં આગ ભભૂકી ગામતળના વાડાઓ સળગીને થયા ખાખ થઇ ગયા હતા. - Divya Bhaskar
નટવરગઢના પાદરમાં આગ ભભૂકી ગામતળના વાડાઓ સળગીને થયા ખાખ થઇ ગયા હતા.
  • ગામના લોકોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો

લીંબડી તાલુકાના નટવરગઢ ગામના પાદરમાં વાડાઓમાં આગનું છમકલું થતાં થોડીવાર આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જોત જોતામાં આગે 10 જેટલા વાડાઓ આગની લપેટમાં આવી જતા સળગ ને ખાખ થઈ ગયા હતા. સુરેન્દ્રનગર જિલ્લામાં આગ લાગવાના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. તેમાંય જિલ્લાના ગ્રામ્ય પંથકમાં આવી ઘટનાઓ બનતા લોકોમાં દોડધામ મચી જાય છે. ત્યારે લીંબડી તાલુકાના નટવરગઢ ગામના પાદરમાં રવિવારે બપોરે આગના ધુમાડાઓ દેખાતા ગામ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.

જો કે ગામના યુવાનોએ આજુબાજુના ઘરમાંથી પાણી મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ બનાવમાં સદભાગે કોઈ જાનહાનિ થઈ ન હતી. પરંતુ જોત જોતામાં 10 જેટલા વાડાઓમાં આગ લાગતા આગમાં બળતણ લાકડા અને સુકો ઘાસચારો, ખેતીવાડીના ભંગાર સાધનો વગેરે સળગીને ખાખ થઈ ગયા હતા. જો કે, આ બનાવમાં આગનું કારણ અકબંધ રહ્યું હતું. પરંતુ કોઇ મોટી દુર્ઘટના અટકી પડતા લોકોએ રાહતની લાગણી અનુભવી હતી.

અન્ય સમાચારો પણ છે...