તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ચુડા નદીકાંઠાના કુવામાં ન્હાવા પડેલા 10 વર્ષના બાળકનું ડૂબી જતાં મોત

ચુડા5 દિવસ પહેલા
 • કૉપી લિંક

ચુડાના જોરાવરપરા વિસ્તારમાં કોળીપા રામજી મંદિર પાસે રહેતા અને મરચાનું કટર મશીન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અજીતભાઈ પ્રભુભાઈ મીઠાપરાનો ધોરણ-4માં અભ્યાસ કરતો 10 વર્ષનો પુત્ર કુલદીપ પરિવારને જાણ કર્યાં વગર બે નાના સાથી મિત્રો સાથે નદીકાંઠે આવેલા કુવામાં ન્હાવા ગયો હતો.

કુવામાં છલાંગ લગાવ્યા બાદ બન્ને બાળકો પાણી બહાર નીકળી ગયા હતા. પરંતું કુલદીપ પાણીમાંથી બહાર નહીં નીકળતાં બંને બાળકોએ કુલદીપના પિતા પાસે જઈ સમગ્ર ઘટનાની જાણ કરી હતી. અજીતભાઈ મીઠાપરા કુવા પાસે દોડી આવ્યા હતા. કુવામાં પાણી વધુ હોવાથી બાળક ક્યાં મળી શક્યો નહતો. 2 કલાક પાણી ઉલેચ્યાં બાદ કાદવમાં ખૂંપી ગયેલા કુલદીપનો મૃતદેહ નજરે પડ્યો હતો. મૃત બાળકને જોઈ લોકો શોકાતુર બની ગયા હતા. આ સમાચારથી પરિવારજનો ઉપર આભ તૂટી પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો