હુકમ:વીજ ચેકિંગ ટીમ પર હુમલો કરનાર 8ને 3 વર્ષની સજા, ચુડાના સમઢિયાળા ગામની 2006ની ઘટના

ચુડા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ચુડા તાલુકાના સમઢીયાળા ગામે વર્ષ-2006માં વીજ ચેકિંગ કરવા ગયેલા PGVCLના કર્મીઓ પર હુમલો કરાયો હતો. ચુડા કોર્ટમાં કેસ ચાલી જતાં આઠેય હુમલાખોર શખસને 3 વર્ષની સજા ફટકારી હતી. ચુડા તાલુકાના સમઢિયાળા ગામે12 ડિસેમ્બર 2006ના રોજ સુરેન્દ્રનગરના જીઈબીના વિજિલન્સ બ્રાન્ચના ડે.ઈજનેર ભૂપતસિંહ ઝાલા, હેલ્પર બળવંત પારઘી, હસમુખ રાઠોડ સહિતના વીજ ચેકિંગ કરવા ગયા હતા. વીજ ટીમે એક વાડીમાં લંગરિયા નાખી વીજ ચોરી ઝડપી પાડી હતી.

વીજ ચોરી ઝડપી PGVCLની ટીમ પરત ફરી રહી હતી ત્યારે ભીખુ તખુ પરમાર, વજુ હેમુ રાઠોડ, દાજી ઓઘડ રાઠોડ, બળવંત રાઠોડ, દેવરાજ રણછોડ પઢેરિયા, મોતી દેવશી પઢેરિયા, નાથા રઘુ પઢેરિયા અને ભરત ફલજી રાઠોડે ગે.કા. મંડળી રચી વીજ ટીમ ઉપર હુમલો કર્યો હતો. આ અંગે ભૂપતસિંહ ઝાલાએ હુમલાખોરો વિરુદ્ધ ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આ અંગેનો કેસ ચુડા કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ જે.એચ.મકવાણાની ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (જજ) મનન એસ.સોનીએ આઠેય હુમલાખોરોને 3 વર્ષની સજા ફટકારી હતી. આઠેય આરોપીઓ વચ્ચે રૂ.3,500 દંડ ફટકાર્યો જો દંડની રકમ ન ભરે તો વધુ સજાની જોગવાઈ કરવામાં આવી હતી. વીજ કર્મીઓ પર હુમલો કરનાર શખસોને 3 વર્ષની સજા ફટકારાઈનો ચૂકાદો જાહેર થતાં ગુનાખોરી કરતાં ઈસમોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે

અન્ય સમાચારો પણ છે...