તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ:ચુડા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં 44.56 કરોડનું બજેટ મંજૂર

ચુડા16 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ગ્રામીણ વિકાસ માટે 4.8 કરોડ, શિક્ષણ કાર્ય પાછળ 30.6 કરોડ ખર્ચાશે તા.પં.ના 14 સભ્યોની હાજરીમાં 10 કરોડના પુરાંતવાળંુ બજેટ મંજૂર

ચુડા તાલુકા પંચાયતના પ્રમુખ પારૂલબેન રાઠોડના અધ્યક્ષ સ્થાને વર્ષ-2021-22નું બજેટ અને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ચુડા તા.પંચાયતમાં ચૂંટાયેલા 16માંથી 14 સભ્યો સામાન્ય સભામાં હાજર રહ્યા હતા. એટીડીઓ એસ.આઈ.ઝીંઝુવાડીયાના માર્ગદર્શન હેઠળ એકાઉન્ટન્ટ મહિપાલસિંહ ઝાલાએ તૈયાર કરેલું 10 કરોડના પુરાંતવાળુ અને 44.56 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. ભાજપાના સભ્યોની બહુમતીથી બજેટને મંજૂરી આપવામાં આવી હતી.

ચુડા તા.પં.ના ઉપપ્રમુખ વર્ષાબેન જાદવે જણાવ્યું હતું કે બજેટથી ગ્રામીણ વિસ્તારોનો વિકાસના કામોને વેગ મળશે. વર્ષ-2021-22ના બજેટમાં શિક્ષણ માટે 30.6 કરોડ, આરોગ્ય અને પશુપાલન ક્ષેત્રે 22-22લાખ, ખેતીવાડી માટે 5.50 કરોડ, વિકાસના કામો માટે4.8 કરોડ સહિત અન્ય અનેક કાર્ય માટે જોગવાઈ કરવામાં આવી છે.

કારોબારી ચેરમેન ચંદ્રીકાબેન મેમકીયાએ જણાવ્યું હતું કે તાલુકાના લોકોની સુવિધાને પ્રાથમિકતા અપાશે. જિલ્લા ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ મકવાણા, ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને મહેન્દ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તનકસિહ રાણા, તા.ભાજપ પ્રમુખ અલ્પેશ શેખ, મહામંત્રી જયદીપસિંહ ઝાલા સહિત ચુડા તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા ભાજપના ઉમેદવારો દ્વારા ચુડા તાલુકા પંચાયતમાં 100 ટકા મહિલા હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે તેને સાર્થક કરી બતાવવાનો પ્રયત્ન કરીશું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

  વધુ વાંચો