તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નવેમ્બર માસમાં અમદાવાદના એક વ્યક્તિને અલંગ શિપમાંથી મળેલા ડોલર આપવાનું કહી થોરળીયાના શખ્સે ચોટીલા હાઇવે પર બોલાવ્યો હતો અને 10 હજાર ડોલર આપવાના બદલે 288 ડોલર આપી છેતરપીંડી આચરી હતી ત્યારે ભોગ બનનારે રૂપિયાની માંગણી કરતા બીજી વ્યક્તિ ગોતી લાવવાનું કહ્યું હતું આથી ફરીયાદીએ પોલીસનો સંપર્ક કરતા પોલીસે છઠકુ ગોઠવી 198 ડોલર સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
અમદાવાદના નવા વાડજમાં રહેતા જીગરકુમાર પુનમચંદ પરમારને વિંછીયાનાં થોરળીયા ગામના અમૃતભાઇ દેવશીભાઇ રાજપરા અને એક અજાણ્યા શખ્સે લાલચમાં નાખી રૂ. 40માં એક ડોલર વેચાણમાં આપવાનું કહી 10 હજાર ડોલરની લેતીદેતી માટે ચોટીલા હાઇવેના બસસ્ટોપ પાસે બોલાવ્યા હતા. જ્યાં જીગર પાસેથી 3.5 લાખ લઇને 10 હજાર ડોલરની બદલે 288 ડોલર આપી છેતરપીંડી કરી હતી. અને રકમ પરત જોઈતી હોય તો એક મુર્ગો ગોતી 27 ડિસેમ્બરે ચોટીલા આવવાનું કહ્યું હતું. આથી ભોગ બનનારે ચોટીલા પોલીસને જાણ કરતા પોલીસે છટકુ ગોઠવી આરોપી અમૃત રાજપરાને 198 ડોલર અને મોબાઇલ સાથે દબોચી લીધો હતો.
પોલીસે છેતરપિંડીનો ભોગબનનારની ફરીયાદ લઈ આરોપીની ધરપકડ કરી સસ્તામાં ડોલર વેચાણની લાલચમાં કેટલા લોકોને ભોગ બનાવ્યા છે તેમજ અન્ય કોણ કોણ લોકો આ ગોરખ ધંધામાં સંકળાયેલા છે તે અંગે વધુ તપાસ હાથ ધરી છે.
100ની 2 નોટ વચ્ચે 1 ડોલરની નોટ નાંખી થપ્પી બતાવતા
કોઇ ડોલર લેવા માટે આવે ત્યારે 100 ડોલરની બે નોટો વચ્ચે એક ડોલરની નોટો રાખી 100 ડોલરની થપ્પી બતાવતા હતા. અને ડોલર સામે રૂપિયા લઇ ડોલરની એ થપ્પી પકડાવી રફુચક્કર થઇ જતાં હતા જો એક આ બીજી વખતનો જ પ્રયાસ હોવાની વિગતો બહાર આવી છે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.