વિવાદ:બાઇક અથડાયાનું મનદુઃખ રાખી યુવાન પર તલવાર વડે હુમલો

ચોટીલા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો

ચોટીલા હાઇવે કનૈયા ચોકડી નજીક બે શખ્સો એ અગાઉ બાઇક અથડાયા બાબતે યુવાનને બોલાવી તલવાર વડે હુમલો કરી ઇજા પહોચાડતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઝગડામાં ભોગ બનનાર થાનરોડ ઉપરની ઋદ્રભૂમિ સોસાયટીનો રહીશ ફરીયાદી યુવાન દર્શનભાઈ અનિલભાઇ રોજાસરાને અગાઉ મોટર સાયકલ ભટકાયા બાબતે આરોપીએ કનૈયા ચોકડી એ બોલાવી તે વાતનું મનદુઃખ રાખ્યુ હતુ.

જેમાં ખુશી નગર સોસાયટીમાં રહેતા આરોપી લાલાભાઇ ઉર્ફે ગંજેરી અને ઉત્તમભાઇ ધનજીભાઇ સાકરીયા એ ફરીયાદી ઉપર તલવાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડી જાન થી મારી નાખવાની ધમકી આપી હતી.આ બનાવ અંગે ગુનો નોંધી બંન્ને આરોપીને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.આમ નેશનલ હાઈવેની ચોકડી નજીક જાહેરમાં તલવારો ઉડતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...