લોકડાયરાનું આયોજન:બુધવારે સૂર્યદેવના હવન સાથે કાઠી સમાજના આરાધકો સાડા 3 દિવસના ઉપવાસ પૂર્ણ કરશે

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સૂરજ દેવળ મંદિરમાં કાઠી સમાજના ઉપવાસી આરાધકો ભક્તિમાં લીન બન્યાં. - Divya Bhaskar
સૂરજ દેવળ મંદિરમાં કાઠી સમાજના ઉપવાસી આરાધકો ભક્તિમાં લીન બન્યાં.
  • ચોટીલાના સૂરજ દેવળ મંદિરોમાં આજે ભવ્ય લોકડાયરો યોજાશે

ચોટીલા અને થાનના નવા અને જૂના સૂરજ દેવળ મંદિરોમાં કાઠી સમાજના આરાધકો દ્વારા સાડા ત્રણ દિવસના ઉપવાસ પ્રસંગે ભક્તિમાં લીન બન્યાં છે. આજે નવા સૂરજ દેવળ મંદિરમાં સૌરાષ્ટ્રના નામાંકિત લોક ગાયકો દ્વારા ડાયરાની જમાવટ કરશે અને બુધવારે સૂર્યદેવના હવન સાથે સાડા ત્રણ દિવસના ઉપવાસ પૂર્ણ થશે.

ચોટીલાના નવા સૂરજ દેવળ મંદિર તથા થાનના જૂના સૂરજ દેવળ મંદિરમાં પંચાળના અને સૌરાષ્ટ્રના વિવિધ ગામોના કાઠી સમાજ આરાધકોના દ્વારા સાડા ત્રણ દિવસના ઉપવાસ પ્રસંગે નવા સૂરજ દેવળ મંદિરમાં આજે લોકડાયરાનું આયોજન થયું છે. જ્યારે આ પ્રસંગે ઉપવાસી આરાધકો સૂર્ય સ્તવન, સૂર્ય પૂજા વંદના સહિત ધાર્મિક કાર્યો આદિત્ય નારાયણ ભગવાનની દિવ્ય મૂર્તિ સન્મુખ કરી રહ્યાં છે.

મંગળવારે રાતે નવા સૂરજ દેવળ મંદિરમાં લોક ડાયરા બાદ સાડા ત્રણ દિવસનો ઉપવાસ કરનાર તમામ આરાધકો બુધવારે પારણાં કરશે. જ્યારે પારણાં પ્રસંગે વૈદિક વિધિ વિધાન સાથે વર્ષો જૂની પરંપરા મુજબ સૂર્ય દેવનો હવન યોજાશે.

ઉપવાસનું મહત્ત્વ 700 વર્ષથી છે
​​​​​​​
કાઠી દરબાર સમાજમાં ભગવાન સૂર્ય નારાયણના વૈશાખ સુદ એકમથી ચોથ સુધી સાડા ત્રણ દિવસના ઉપવાસનું મહત્વ 700 વર્ષથી પરંપરાગત છે. આ સાડા ત્રણ દિવસના ઉપવાસ પાછળ પણ એક રોચક ઈતિહાસ છે. ​​​​​​​

બુધવારે ચોથે પારણાં કરશે
મંગળવારે રાત્રે નવા સૂરજદેવળ મુકામે ગૌ શાળાના લાભાર્થે જાણીતા કલાકારોનો ભવ્ય લોકડાયરો રખાયો છે. લોક સાહિત્યકાર હરેશદાન ગઢવી, જીતુ દાદ ગઢવી, ડો. રણજીતભાઇ વાંક, ભજનીક બિરજુભાઇ બારોટ, લોક ગાયક ગોવિંદભાઇ ગઢવી, સાહિત્યકાર ઉદયભાઇ ધાધલ સહિતના અનેક કલાકારો રમઝટ બોલાવશે. બુધવારનાં સવારે ચોથના દિવસે ઉપવાસ આરધકો પારણાં કરશે.

અન્ય સમાચારો પણ છે...