ચૂંટણી:ચોટીલા તાલુકાના 83 બુથ ઉપર ફરજ બજાવશે

ચોટીલા, લખતરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 235 ખાખી અને 5 ચૂંટણી કર્મીનો કાફલો

ચોટીલા અને નાની મોલડી પોલીસ મથક નીચેના ગામોમાં 235 ખાખીના કાફલા સાથે 524 ચૂટણી પ્રક્રિયા માટે કર્મચારી બપોરે બુથ ઉપર રવાના થશે. તાલુકાના 83 બુથો પૈકી 22 અતિ સંવેદનશીલ, 29 સંવેદનશીલ છે. ચૂટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

જેમાં 95 જેટલા પોલીસ જવાનો, 134 હોમગાર્ડ, જીઆરડી, 4 પીએસઆઇ, 2 ડીવાયએસપી નો કાફલો તૈનાત થયો છે. ચૂટણી પ્રક્રિયા માટે મતદાન મથક ઉપર પુલીંગ અધિકારી, ફસ્ટ પીઓ, પ્યુન સહિતના 491 કર્મચારી ફરજ બજાવશે. તેમજ 33 કર્મીઓ રીઝર્વમાં રહેશે લખતર તાલુકામાં 184 જવાનોનો બંદોબસ્ત લખતર તાલુકાના ગ્રામપંચાયતોની ચૂંટણીના સરપંચ અને સભ્ય પદના મતદાન રવિવારે યોજાનાર છે.ત્યારે લખતર તાલુકામાં 184 પોલીસ અને જી.આર.ડી. જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...