લોકડાઉન:ચોટીલામાં વેપારીઓ છાનાખુણે તમાકુ અને બીડીના કાળાબજાર કરતા હોવાની વ્યાપક બુમ, તપાસની માગ

ચોટીલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુરેન્દ્રનગર જીલા માં કોરોના ની મહામારી લઈને પાનમસાલા અને બીડીઓના કાળાબજાર કરતા હોવાની લોકો માં બુમો ઉઠવા પામી છે ત્યારે ચોટીલા માં પાન મસાલા ની હોલસેલ દુકાનો માં સોપારીઓ ના જથ્થા ખડકાયા છે અને તમાકુ તેમજ બીડી નહિ હોવાનું  રટણ વેપારીઓ કરતા હોય છે.અને પાછલા બારણે કાળા બજાર કરતા હોવાની લોકો માં બુમો ઉઠી છે.

કોરોના મહામારી માં લોકડાઉન 4 માં વેપાર ધંધા મા ઘણી છુટછાટ સરકાર દ્વારા આપવામાં આવેલી છે ત્યારે ચોટીલા માં પાન માવા ના હોલસેલ ની દુકાનો પર માત્ર સોપારીઓના જથ્થા ખડકાયા છે અને વ્યશનીઓ તમાકુ અથવા તો બીડી લેવા માટે આવે ત્યારે વેપારી કહેતા હોય છે કે બે દિવસ રહી જાવ ઉપર થી માલ આવે એટલે આવજો એવું છેલા અઠવાડિયા કહેતા હોય છે.અને લોકો નું માનવું છે કે વેપારી પાસે માલ તો છે પણ લોકડાઉન 5 ની રાહ જોઇને બેઠા હોવાથી આપતા ન હોવાની બુમો ઉઠી છે.અને પાછલા બારણે બાગબાન નો ડબ્બો પ્રિન્ટ ભાવ 205 છે ત્યારે રૂ.500 ના ભાવે તેમજ કોઈપણ બીડી પેક્ટ ના 320 પ્રિન્ટ ભાવ છે ત્યારે હાલ રૂ.500 થી વધુ લેતા હોવાનું પણ લોકોચર્ચા માં ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...