દુર્ઘટના:ચોટીલા હાઇ-વે પર ઊભેલી બંધ ટ્રક પાછળ પોલીસ વાન ઘૂસતાં 3ને ઇજા

ચોટીલા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ચોટીલા હાઇ-વે પર પોલીસ વાનનો અકસ્માત. - Divya Bhaskar
ચોટીલા હાઇ-વે પર પોલીસ વાનનો અકસ્માત.
  • વડોદરાના પાસાના આરોપીને રાજકોટ જેલમાં મૂકવા જતા હતા

આ અકસ્માત અંગે મળતી માહિતી મુજબ વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં રહેતા નાસીરહુસેન ઉર્ફે સલીમને પાસામાં ડિટેઇન કરાયા હતા. તેમને રાજકોટ જેલમાં મુકવા પોલીસ વાનમાં આરોપી સાથે હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ આઉટ સોર્સના ડ્રાઇવર મોડી રાત્રીના નિકળ્યા હતા. પરંતુ વહેલી સવારે ચોટીલા મામલતદાર કચેરી નજીક હાઇ-વે પર બંધ ટ્રક પાછળ પોલીસ વાન ધડાકાભેર અથડાઇ પડી હતી. આ અકસ્માતમાં 3ને ઇજા પહોચતા રેફરલ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી ચોટીલા પોલીસની મદદથી રાજકોટ જેલમાં આરોપીને પહોંચતો કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...