તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:માેણપરના જંગલમાં કામગીરી કરતાં વન વિભાગના કર્મીઓને ધમકી આપી

ચોટીલા7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 શખ્સોઅે મજૂરોને ઉઠાવી જઇ JCB સળગાવી દેવાનું કહ્યું

આણંદપુર વિસ્તારનાં મોણપર જંગલમાં ઉચ્ચ અધિકારીની સૂચનાથી ચોમાસામાં વાવેતર કરવા માટે ખાડા ખોદવાની એડવાન્સ કામગીરી ચાલી રહી હતી. ત્યારે ચોટીલા વન વિભાગનાં આરએફઓ સહિતનાં કર્મચારીને ફરજમાં રૂકાવટ કરી ચાર શખ્સોએ ગાળા ગાળી કરી ભડાકા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની પોલીસ ફરીયાદ થતા ચકચાર મચી છે. ચોટીલા ક્ષેત્રિય રેન્જના મોણપર જંગલની જગ્યાએ આરએફઓ જે.એમ.સરવૈયા અને સ્ટાફનાં વન રક્ષક, વનપાલ, ઉપરી અધિકારીની સૂચનાથી ચોમાસામાં વાવેતર કરવા માટે ખાડા ખોદવાની એડવાન્સ વર્કની કામગીરી કરી રહ્યા હતા.

તે સમયે આણંદપુર ગામનાં પ્રવિણભાઇ ખાચર ઉર્ફે પવુભાઇ, તેમનો ભત્રીજો લાલાભાઇ તેમજ લાલાભાઇ કનુભાઇ અને જયપાલભાઇ શીવકુભાઇએ આવી રાજ્ય સેવક ફરજ બજાવતા તેમા અડચણ કરી બિભત્સ ગાળો બોલી ભડાકા કરી જાનથી મારી નાંખવાની, જેસીબી સળગાવી દેવાની અને મજુરોને ઉપાડી જઇ મારી નાંખવાની ધમકી આપી હોવાની ફરીયાદ મોલડી પોલીસમાં કરતા ચકચાર મચી છે. આરએફઓ જશુબેન સરવૈયાની ફરીયાદ નોંધીને આરોપીઓને પકડવા પીએસઆઇ ડી.બી.ચૌહાણે ચક્રોગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...