તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:ચોટીલામાં 2 બંધ મકાનમાં ચોરો ત્રાટક્યા, 2 લાખની મતા ચોરાઇ

ચોટીલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સતત બીજા દિવસે ચોરી થતાં લોકોમાં રોષ
 • એક પરિવાર રાજકોટ ને બીજો સુરેન્દ્રનગર ગયો હતો

ચોટીલા હાઇવે ઉપર નવા ડેવલોપ થતા કુંભારા નજીકની પરમેશ્વર સોસાયટી-2 માં સોમવારની વહેલી સવારે બે મકાનોના તાળા તોડી રોકડ રકમની ચોરીનો બનાવ બન્યા છે. ઘર નં 81માં રહેતા જયસુખભાઇ મનુભાઇ બારોટ રાજકોટ તેમના બહેનનાં ઘરે ગયા હતા. જ્યારે નં-74માં રહેતા અમિતભાઇ બાવળીયા તેમના પિતાને ત્યાં સુરેન્દ્રનગર ગયા હતા. જ્યારે જયસુખભાઇને મકાનની લોન ક્લીયર થાય એટલે દસ્તાવેજ કરવાનો હતો. જેના માટે સોનાનો ચેઇન વહેંચી તેના આવેલ 1.45 હજાર કબાટમાં રાખેલ તેમજ માતાજીનાં મંદિરમાં 25 થી 30 હજાર રોકડા હતા તે પણ ચોર લોકો ઉઠાવી ગયા છે. આગળનાં મકાનમાં પણ આજ ઢબે તાળા તોડી રૂ. 30 હજાર રોકડ રકમ મળી 2 લાખની ચોરી થયાનુ પ્રાથમિક માહિતીમાં બહારઆવ્યુ છે.

પોલીસ કહે છે કે, ચોકીદાર રાખીલો
ચોરીની ઘટના બાદ પોલીસે આવી કહ્યું કે, આટલા રોકડા ઘરમા રખાય ? રોકડ તો પાછા ન આવે ! દાગીના ગયા હોય તો બોલો! સોસાયટીના રહીશોને ભેગા કરી જણાવેલ કે છેવાડાની સોસાયટી છે. આવા ચોરીના બનાવ બનતા રહેવાના બધા લોકો 100-100 ઉઘરાવી પાંચ હજારનો સિક્યોરિટી રાખી લો.. > જયાબેન બારોટ, ભોગ બનનારના બહેન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો