બેઠક:સુરેન્દ્રનગરમાં સમસ્ત કોળી સમાજનું પરિવર્તન શિક્ષણ ધામ આકાર લેશે

ચોટીલા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 18 મેના રોજ યોજાનાર ખાતમુહૂર્ત સંદર્ભે ચોટીલામાં બેઠક મળી

ચોટીલામાં મંગળવારના રોજ કોળી સમાજની જગ્યામાં સમસ્ત કોળી સમાજના અગ્રણીઓની એક બેઠક મળી હતી.જેમાં જીલ્લા મથકે 8 થી 10 કરોડના ખર્ચે અધ્યતન શિક્ષણધામ બનનાર છે તે સંદર્ભે ચર્ચા કરાઇ હતી. આ પરિવર્તન એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સુરેન્દ્રનગરના માધ્યમથી સમગ્ર ગુજરાતના સમસ્ત કોળી સમાજના દિકરા દિકરીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી બને તેવા આધુનિક પરિવર્તન શિક્ષણધામના બિલ્ડીંગ નિર્માણ કાર્યનો આગામી 18 મેના ખાતમુહૂર્ત કરી શુભારંભ થનાર છે.

આ પરિવર્તન શિક્ષણધામમાં યુપીએસસી, જીપીએસસી સહિત તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સમગ્ર રાજ્યના કોળી સમાજના યુવાનો યુવતીઓને અહીંયા રહીને જ તાલીમ અને તૈયારીઓ કરી શકે તેવી સુવિધાથી સુસજ્જ હશે.જેમાં આધુનિક ટેકનોલોજી,વિશાળ લાયબ્રેરી,જુદી જુદી ફેકલ્ટીના તજજ્ઞો, રહેવા માટે રૂમો સહિત ની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. આગામી તા.18મેના સુરેન્દ્રનગર રાજકોટ બાયપાસ રોડ ઉપર 3 એકર જમીન પર બિલ્ડીંગ નિર્માણકાર્યના ખાત મુહૂર્ત સંદર્ભે આગેવાનોની પ્રથમ બેઠક ચોટીલા ખાતે મળીહતી.

આ બેઠકમાં ખાતમુહૂર્ત કાર્યક્રમમાં સમગ્ર કોળી સમાજના લોકો જોડાય તેવા હેતુથી ક્ષેત્ર પ્રમાણે જિલ્લા તેમજ તાલુકા પ્રમાણે બેઠકોનું આયોજન કરી લોકો સાથે સંપર્ક કરવાની શરૂઆત ચોટીલાથી કરવામાં આવ્યુ હતુ.આબેઠકમાં વિસ્તારના કોળી સમાજના અગ્રણીઓ , કાર્યકરમિત્રો અને યુવાનો જોડાયાં હતાં. શિક્ષણ સેવા યજ્ઞમાં સમાજના લોકો વધુ ને વધુ જોડાય અને કાર્યક્રમને સફળ બનાવે તે માટે હાકલ કરવામાં આવેલ હતી જેને યુવાનો એ વધાવી એજન્ડા મુજબ કાર્ય કરવાની શુભ શરૂઆત પણ કરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...