ગરબાનું સર્જન:ચોટીલામાં 90 વર્ષથી પ્રજાપતિ કારીગરો દ્વારા ગરબા બનાવવાની પરંપરા આજે પણ યથાવત્

ચોટીલા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ચોટીલાના પ્રજાપતિ કારીગરો દ્વારા રૂડા ગરબાનું સર્જન કરાય છે.  - Divya Bhaskar
ચોટીલાના પ્રજાપતિ કારીગરો દ્વારા રૂડા ગરબાનું સર્જન કરાય છે. 
  • ખેતરની કાળી માટીના પીંડને ચાકડા ઉપર મૂકી ગરબાનું સર્જન થાય છે

ચોટીલાના પ્રજાપતિ કારીગરોએ 90 વર્ષથી આસો નવરાત્રિ પ્રસંગે માટીના કાળા પીંડમાંથી રૂડા ગરબા બનાવે તે પ્રાચીન ધાર્મિક પરંપરા આજે અત્યાધુનિક યુગમાં પણ જાળવી રાખી ભારતીય સંસ્કૃતિની ઓળખ જીવંત રાખી છે.

અત્યારે હાઇફાઇ ટેકનોલોજી અને ઇન્ટરનેટનો યુગ છે પણ નાના ગામોમાં હજુ પ્રાચીન ધાર્મિક સંસ્કૃતિ અને પરંપરાનું ચુસ્ત રીતે પાલન થાય છે. ત્યારે ચોટીલાના પ્રજાપતિ કારીગરો આસો નવરાત્રિના 15 દિવસ પહેલાં ખેતરની કાળી માટી લાવી તેને ચાકડા ઉપર ચડાવી માટીના આ પીંડને રૂડા ગરબાનો આકાર આપવામાં આવે છે. બાદમાં ગરબાને સફેદ ધોળ કરી પછી તેના ઉપર રંગબેરંગી ડિઝાઇન,કલરફૂલ આભલાં, ટીકા ચોંટાડી વેચાણમાં મુકાય છે. ચોટીલાના રાજુભાઇ નરોત્તમભાઇ લખતરિયાએ જણાવ્યું હતું કે અમારે 4 પેઢીથી આસો નવરાત્રિ સમયે ખેતરની માટીમાંથી માટીના પીંડને ચાકડા ઉપર ચડાવી ગરબાનું સર્જન થાય છે. બાદમાં ચોટીલાના માઇભકતો શુભ મુહૂર્તમાં પોતાના ઘરે મંદિર કે મઢમાં આ ગરબાનું 9 દિવસ માટે સ્થાપન કરે છે.

‘ગરબડિયા ગોરાવો ગરબે જાળીડા મેલાવોજી’ ગૂંજશે
ચોટીલા તથા પંથકના ગામડાંઓમાં નવરાત્રિના 9 દિવસ નાની બાળાઓ ગરબામાં દીવો કરી માથા પર ગરબો લઇ ઘરેઘરે ફરીને ગરબડીયા ગોરાવો ગરબે જાળીડા મેલાવોજી બોલે એટલે ઘરધણી જગદંબા સ્વરૂપ બાળાઓને પૈસા, ચોકલેટ આપે તે પરંપરા આજે પણ યથાવત જ છે.

અન્ય સમાચારો પણ છે...