વિરોધ:ઘરથાળ પ્લોટની માગણી મુદ્દે 18મીએ સામૂહિક આત્મવિલોપનની ચીમકી

ચોટીલા3 દિવસ પહેલા
  • કૉપી લિંક
કાળાસરનાં લોકોની ઘરથાળ પ્લોટની માગણી મુદ્દે 18મીએ સામૂહિક આત્મવિલોપનની ચીમકી. - Divya Bhaskar
કાળાસરનાં લોકોની ઘરથાળ પ્લોટની માગણી મુદ્દે 18મીએ સામૂહિક આત્મવિલોપનની ચીમકી.
  • ચોટીલાના કાળાસરના અનુસૂચિત જાતિના સમાજે મામલતદારને આવેદન આપ્યું
  • 2008થી આ માગણી સરકારને​​​​​​​ કરીએ છીએ, સ્થાનિક અધિકારીઓથી CM સુધી રજૂઆતો કરી છે

ચોટીલા તાલુકાનાં કાળાસરનાં અનુ.જાતિ સમાજનાં 100 જેટલા જમીન વિહોણા પરિવારોએ 100 ચોરસવારનાં પ્લોટ ફાળવવામાં મુદ્દે આવેદન આપ્યું હતું. આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારતા તંત્રમાં ચકચાર ફેલાઇ હતી. સ્થાનિકોએ આવેદનમાં કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે 2008થી અમે લોકો આ માગણી સરકારને કરીએ છીએ. સ્થાનિક અધિકારીઓથી મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી છે. કાયમ અમોને ઠાલા આશ્ચસન આપ્યા છે. તેમજ અમારી જે સ્થળની માગણી છે તે ખાનગી કંપનીને મીલીભગતથી ખાનગી રાહે આપી દીધી છે.

આજ સુધી કોઇ કાર્યવાહી નથી કરાઇ. જાતિવાદી માનસિકતા રાખી ભેદભાવ દાખવેલી છે. દબાણકારોએ રાજકીય વગ ધરાવતા હોઈ અવારનવાર આડકતરી રીતે ધમકીઓ આપવામાં આવે છે. અમોને જાતિવાદી માનસિકતા રાખી અવારનવાર અપમાન કરવામાં આવે છે .

અમો ગરીબ, તવંગર હોઈ અમો અમોના પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજુરી અર્થે બહારગામ મજૂરીએ જતા હોઈ અમોની જાન ને પણ જોખમ છે. 16- 8-2022 સુધીમાં પ્લોટ ફાળવી આપવામાં નહિ આવે તો 18-8-2022નાં મામલતદાર કચેરી ખાતે કાળાસર ગામના અંદાજે 100 પરિવાર સાથે સામૂહિક આત્મવિલોપન કરશે . જેની તમામ જવાબદારી તંત્રની રહેશે તેવું લેખિત જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...