વિરોધ:કાળાસર ગામના લોકોની તંત્રની ઘેરાવ સાથે આંદોલનની ચીમકી

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 100 ચોરસવાર જમીન માટે 13 વર્ષથી લડત ચાલે છે

ચોટીલા તાલુકાના કાળાસર ગામના અનુસૂચિત જાતિ સમુદાયના લોકોએ સોમવારે મામલતદાર કચેરીએ ધસી આવ્યા હતા. જ્યાં 100 ચોરવારની જમીનની માંગ સાથે કચેરીનો ઘેરાવ કર્યો હતો. જો પ્રશ્નનો ઉકેલ નહીં આવેતો ઉગ્રઆંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

ચોટીલા કાળાસર ગામના આ સમુદાયની છેલ્લા 13 વર્ષથી એટલે કે 2008થી 100 ચોરસ વાર જમીન માંગણી છે. છતાં આજ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.જેની અનેકવખત લેખિત રજૂઆત,આવેદનો પાઠવ્યા છતા કોઇ પરિણામ મળ્યુ ન હતુ.આથી વિસ્તારના લોકોએ જે મામલતદાર કચેરીએ તેઓની માગણી અંગે ઘટતું કરવા ઉગ્રરજુઆત કરી છે.જેમાં આસપાસ ના ગામડાઓ ને ટુક સમય માં જમીનો ફાળવી આપી દીધી છે ફક્ત કાળાસરના અનુસૂચિત જાતિ ના લોકો સાથે અન્યાય કરવામાં આવી રહયો છે.

જાતિવાદી માનીસકતા ધરવતા તંત્ર 13 વરસ થવા છતાં કોઈ ઉકેલ લાવતું નથી તેવો પણ આક્ષેપ કર્યો હતો.ઘોર નિંદ્રા માં ઊંઘતું તંત્ર ઉઘે છે તેવા રોષ સાથે જણાવ્યું છે કે જો ટુક સમય માં ઉકેલ નહિ આવે તો ધરણા પર ઉતરશે જેની જવાબદારી તંત્રની રહેશેની ચિમકી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...