તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:ચોટીલા સ્વયં સૈનિક દળ અને સામાજીક આગેવાનો દ્વારા કોવિડ સેન્ટર શરૂ કરાયું

ચોટીલા10 દિવસ પહેલા
 • કૉપી લિંક
ચોટીલા સ્વયંમ સૈનિક દળ અને સામાજીક આગેવાનો દ્વારા નિ:શુલ્ક કોવિડ સેન્ટર શરૂ કરાયું. - Divya Bhaskar
ચોટીલા સ્વયંમ સૈનિક દળ અને સામાજીક આગેવાનો દ્વારા નિ:શુલ્ક કોવિડ સેન્ટર શરૂ કરાયું.
 • હાલ 20 બેડ સાથે શરૂ કરાયેલા સેન્ટરમાં 30 બેડ સુધીની તૈયારી

મહામારીનાં કપરા સમયમાં લોકો માનવ સેવા કરીને માનવતા વાદી પ્રવૃતિ થકી ઉમદા સેવા કરી રહ્યા છે. ચોટીલાનાં ગ્રામ્ય વિસ્તારોના ગરીબ પરિવારનાં કોરાના દર્દી માટે ઓક્સિજન સુવિધા સાથે 20 બેડનું કોવીડ સેન્ટર દર્દીઓની સેવામાં મંગળવારે ખુલ્લુ મુકવામાં આવ્યુ હતુ.

ચોટીલા સ્વયંમ સૈનિક દળ તથા સામાજીક આગેવાનો અને માનવતાવાદી લોકો દ્વારા એક ભંડોળ એકત્રિત કરી પાર્થ એજ્યુ.એન્ડ ચેરીટી ટ્રસ્ટ સંચાલિત પ્રોમિસ સ્કુલ બિલ્ડીંગમાં કોવીડ સેન્ટર 20 બેડ ની સુવિધા સાથે ખુલ્લુ મુકેલ છે. આ કોવીડ સેન્ટરમાં ડો. મનોજ મકવાણા (એમબીબીએસ), અજય બગડા અને તેમની ટીમ નિ:શુલ્ક સારવાર અને સેવા આપશે. તેમજ સંસ્થા દ્વારા ઓક્સિજન અને દર્દીઓને નાસ્તો, ભોજન, ફળ ફ્રુટ, તેમજ આર ઓ પ્લાન પાણીની સુવિધા દર્દી ઓ ની સેવા માટે ઉપલબ્ધ કરાઇ છે.

સેવા ગૃપ દ્વારા જણાવાયું છે કે હાલના સંજોગોમાં લોકો ને ઓક્સીજન બેડ મળવા ખુબ મુશ્કેલી બનેલ છે. તેને કારણે જીવન પણ ગુમાવવા પડેલા છે. જે યાતના અમે અનુભવી છે. હાલ 20 બેડ સાથે આ સેવા કાર્ય શરૂ કરેલ છે અને જરૂર પડે તો 30 બેડ સુધીની અમારી તૈયારી છે.

સ્વયંમ સૈનિક દળ અને આગેવાનોએ આ માનવતા વાદી કોવીડ સેન્ટર ખુલ્લુ મુકતા સમયે કોરોનાથી ડરો નહી મજબુત બનો સમયસર નિદાન અને સમયસર સારવાર સાથે માસ્ક અને શોશ્યલ ડીસ્ટન્સની જાગૃતિ જરૂરી છે જો એ લોકોમાં અવેરનેસ આવે તો ચોક્કસ કોરોના ની જંગ જીતી શકાય છે તેમ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો