કાર્યવાહીની માંગ:ચોટીલા રેવન્યુ વિભાગે પણ કાળી પટ્ટી ધારણ કરી

ચોટીલા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ, પૂર્વ MLAસામે કાર્યવાહીની માંગ સાથે

ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને પૂર્વ ધારાસભ્ય સતિષભાઇ નિશાળીયાએ કરજણ તાલુકાના માળોદ ગામે હાજર મામલતદાર અને તેમની ટીમ સાથે બિભત્સ ગાળો બોલી, જાહેરમાં હાથ ઉગામી, માર મારવાની તૈયારી સાથે ધમકીઓ આપી ખુબ અશોભનીય વર્તન કર્યુહતુ.

જે અંગે તેઓની સામે કાયદેસરના પગલા લેવાની માંગ સાથે ચોટીલા મામલતદાર એસ.બી.દેસાઈ, જે.ડી.ચીહલા, બી એચ.જોગવવા, સહિત 35 જેટલા રેવન્યુ કર્મચારીઓ એ ગુરૂવારનાં કાળી પટ્ટી ધારણ કરી વિરોધ જતાવ્યો હતો.

જ્યારે શુક્રવારના તમામ રેવન્યુ કર્મીઓ માસ સીએલ પર ઉતરશે કચેરીની કામગીરી અળગા રહેશે વહીવટી કામગીરી અટકશે. રાજ્યના મામલતદાર એસોસિયેશન અને રેવન્યુ કર્મચારી મહામંડળ દ્વારા સરકારને અવાજ પહોચાડવા દરેક તાલુકામાં રણશિંગું ફુકાયું છે.

અન્ય સમાચારો પણ છે...