તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વારસો:ચોટીલાના ખેડૂત પાસે બ્રિટિશરાજ, જૂના ચલણી સિક્કાઓનો ખજાનો

ચોટીલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોટીલાના પાંચવડા ગામના 70 વર્ષના અભણ ખેડૂત છે. પરંતુ તેઓની પાસે આજના યુગમાં અલભ્ય કહી શકાય તેવા જૂના જમાનાના ચલણી સિક્કાઓની થેલી સાથે હોય છે. આસપાસનાં ગામોમાં સિક્કાવાળા બાપાથી ઓળખાય છે.

ચોટીલા તાલુકાના પાંચવડા ગામના 70 વર્ષના કોગળભાઈ પરાલિયા પાસે રહેલા જૂના સિક્કાઓનાં ખજાનાને તેઓ રેઢો મુકતા નથી. કાયમ જોડે ફેરવે છે. જેમાં કેટલાક જૂના પૈ, નૈયો, કાણા વાળા પૈસાથી લઈને બ્રિટીશ સરકારના ઇસ્ટ ઇન્ડિયા કંપનીના સમયનાં અનેક જુદા જુદા સિક્કાઓ તેમજ આઝાદી પછીના સિક્કાઓ તેમની પાસે છે. આજે પણ તેઓ વાહનનો ઉપયોગ કરતા નથી. આસપાસનાં ગામોમાં પદયાત્રા જ કરે છે. ચાલીને જતા જોઇને કોઇ વાહનમાં બેસાડે તો બેસવાનું, કોઇ કહે કે સિક્કા બતાવો બાપા એટલે બંડીના ખિસ્સામાંથી જૂના સિક્કાની કોથળી કાઢી અને પોતાનો ખજાનો લોકોને બતાવી આનંદ માણવાનો આ તેમના જીવનની દૈનિકપોથી બની ગયેલી છે.

અદભુત સિક્કાઓના કલેક્શન અંગે પૂછતા ગોકળભાઇ જણાવે છે કે, આ સિક્કાઓનો સંગ્રહ બે પેઢીનો છે. તેમના દાદા પાસે જૂના સિક્કા હતા. તે જોઇ તેમને સિક્કા ભેગા કરવાનો શોખ થયો. કોઇ ગામમાં કોઇ પાસે જૂના સિક્કા છે તો તે ત્યાં પહોચી અને પૈસા આપી અથવા સામે બીજા સિક્કા આપીને તે લઇ લેતા. આવી રીતે અભણ છતાં આ શોખને વિકસાવ્યો છે. સિક્કાઓ સંગ્રહના કારણે ચોટીલા નજીકના ગામોમાં સિક્કાવાળા દાદાથી ઓળખાય છે.

અન્ય સમાચારો પણ છે...