અકસ્માત:થાનગઢ- ચોટીલા રોડ પર બાઇક-સ્કૂટર વચ્ચે અકસ્માત : 3ને ઇજા

ચોટીલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચોટીલા - થાનગઢ રોડપર સોમવારનાં સાંજે નવા સુરજદેવળ નાં પાટીયા નજીક એક્ટીવા સ્કુટર અને બાઇક અથડાતા બંન્ને વાહનના ચાલકો રોડ ઉપર પડતા લોકએ ચોટીલા હોસ્પિટલ ખસેડયા હતાં. જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયા હતા.જેમાં થાનગઢનાં રહીશ મકવાણા મયંક ભરતભાઈ, સંજય અશોકભાઇ વનાણી, ચોટીલાના નાવા ગામનાં વિનાભાઇ કાનજીભાઈ સારલાને ઈજા પહોંચી હતી. જેમા મયંકભાઇ અને વિનાભાઇની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...