સંસ્કૃતિનો વૈભવ:ચોટીલામાં જળજિલણી અગિયારસ પ્રસંગે ઠાકર નગરયાત્રાએ નીકળ્યા

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શેરી વળાવી સજ્જ કરું, હરિ ઘરે આવો ને..
  • ભાવિકોએ ઉમંગભેર ઘરમાં ઠાકરની પધરામણી કરાવી સંસ્કૃતિનો વૈભવ દર્શાવ્યો

ચોટીલામાં જલજીલણી અગિયારસ પ્રસંગે શહેરોના વિવિધ મંદિરોના ઠાકર પ્રભુ નગરયાત્રાએ નીકળ્યાં હતાં. જયારે ભાવિકોએ આસ્થાભેર ઠાકરની ઘરમાં પધરામણી કરાવી હિંદુ સંસ્કૃતિના વૈભવ અને ધાર્મિક આસ્થા દર્શાવી દર્શન કરી આરતી ઉતારી હતી. ચોટીલામાં પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ જલજીલણી અગિયારસે શહેરના વિવિધ મંદિરોના ઠાકરની પાલખીયાત્રા શહેરમાં ફરી હતી.

ત્યારે શેરી વળાવી સજ્જ કરું હરી ઘરે આવો ને, આંગણીયે વેરાવું ફુલ હરી ઘરે આવો ને સહિતની ધુન સાથે ઠાકરને પોતાના ઘરમાં પધરામણી કરાવીને શંખ , ઝાલર , ઘંટ ના ના નાદ સાથે પોતાના ઘર માં આરતી ઉતારી હિંદુ સંસ્કૃતિના દર્શન કરાવ્યાં હતાં. જલજીલણી અગિયારસ પ્રસંગે દર વર્ષે જે તે મંદિરમાં બીરાજમાન ઠાકરની પાલખી યાત્રા ચોટીલા તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરે છે. બાદમાં આ ઠાકરની મૂર્તિને કુવાના પાણીથી સ્નાન કરાવવામાં આવે છે.

આજે ભગવાન શ્રી કૃષ્ણ યુવાનીમાં પ્રવેશ કરે છે
ધાર્મિક માન્યતા મુજબ‌ ભગવાન શ્રી કૃષ્ણ ભાદરવા સુદ અગિયારસ એટલે કે જલજીલણી અગિયારસના દિવસે કિશોરાવસ્થમાંથી યુવાનીમાં પ્રવેશ કરે છે. અને જે ભાવિકો તુલસી વિવાહ કરાવવા માંગતા હોય તે ઠાકરને તુલસીજીના સગપણ નિમિતનું શ્રીફળ આજે અર્પણ કરે છે. અને દીવાળી બાદ કારતક સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહનું ધામધુમથી આયોજન થાય છે.

અન્ય સમાચારો પણ છે...