તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સંબંધીનાં પુત્રના વેવિશાળમાં હાથસણી જવા થાનગઢનાં અમરાપર અને સરોડીના બે વડિલો કાળાસર આવ્યા હતા. ત્યાંથી રાતુડીવાવ નજીક નાળાના પથ્થર સાથે અથડાઇ છોટાહાથી પલટી ખાતા બંનેના મોત નીપજ્યા હતાં.
ચોટીલાનાં કાળાસર ગામે આવેલા કોળી સમાજની જગ્યાનાં મહંત વાલજી ભગતનાં પુત્રના વેવિશાળ કરવા માટે વિછીયા નજીકના હાથસણી ગામે જવા કાળાસર ગામથી 4 વાહનો મંગળવારે નિકળેલા હતા. જેમા 15 સબંધીઓ બેઠેલા એક છોટાહાથી મંગલ ગીતો ગાતા રસ્તો પસાર કરતા હતા. ત્યારે ચોટીલા જસદણ રોડ ઉપર 6 થી 7 કીમી દુધ ડેરીથી આણંદપુર તરફ રાતુડીવાવ નજીક નાળાના પથ્થર સાથે અથડાઇ પલ્ટી ખાઈ જતા કિકિયારી ગુંજી ઉઠી અને અકસ્માતમાં થાનગઢના અમરાપર ગામનાં પ્રોઢ ગોવિંદભાઈ ડાભી અને સરોડીના ધનાભાઇ રોજાસરાનું સ્થળે જ મોત થયું હતું. ઘટના બાદ પસાર થતા વાહન ચાલકોએ દોડી જઇ ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. તેમજ 108ને જાણ કરતા ઇએમટી ગોપાલભાઇ ઓતરાદ, ડ્રાઇવર ભગીરથસિંહ ઝાલાએ ટ્રાફિક જામ વચ્ચે પણ 10 ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવા માટે બે ફેરા કર્યા હતા. મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ દોડી આવ્યા અને ગમગીની છવાઇ ગઇ હતી.
વાહનની સાઇડ કાપતાં ચાલકે કાબુ ગુમાવ્યો
આ અંગે ઘટનાને નજરે જોનારા કિરીટભાઇ ખાચરે કહ્યુ કે, હું ટેમ્પાની પાછળ કાર લઈને જતો હતો. છોટાહાથીના ચાલકે વાહનની સાઇડ કાપી સર્પાકારે ટર્ન મારતા નાળાની પથ્થરની આડાસ સાથે ટાયર અથડાતા પલ્ટી ખાઇ ગઇ જતાં અમે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવા લોકો કામે લાગ્યા.
ઘાયલોની યાદી
કાળાસરના સામજીભાઇ ધોરાળીયા, પીપળીયાના પ્રેમજીભાઇ કુમરખાણીયા, ભારતીબેન કુમરખાણીયા, ખેરડીના રવજીભાઇ ધોળકિયા, ચોટીલાના હેમીબેન મેરને રાજકોટ લઇ જવાયા હતા. વાકાનેરના કાશીપરાના કરશનભાઇ માલકિયા, ચોટીલાનાં ભાવુબેન, ભુજીબેન મેર, શાંતુબેન મેર, અને હંસાબેન રામજીભાઇને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.
સિંગલ ટ્રેક રસ્તાને કારણે ટ્રાફિક જામ થયો
અકસ્માત જે રોડ ઉપર થયેલો છે તે સિંગલ પટ્ટી રોડ છે. જસદણ જતો મુખ્ય રોડ હોવાથી વસંતપંચમીના કારણે ટ્રાફિક પણ વધુ હતો. અડધો કલાક જેટલો સમય ટ્રાફિક જામ સર્જાયો હતો. પીએસઆઇ એમ.કે.ગોસાઇ અને સ્ટાફ ઘટના સ્થળે દોડી જઈ વાહાન વ્યવહાર પૂર્વરત કરાવેલો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.