કાર નાળામાં ખાબકી:કૂતરું આડું આવતાં સુરેન્દ્રનગર જિલ્લા નગર નિયોજન અધિક્ષક અને કારચાલકનાં મોત

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા નગર નિયોજક કચેરીના અધિક્ષક જયેશભાઇ યોગેશભાઇ દવેની ફાઇલ તસવીર - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લા નગર નિયોજક કચેરીના અધિક્ષક જયેશભાઇ યોગેશભાઇ દવેની ફાઇલ તસવીર

રાજકોટથી સુરેન્દ્રનગર કારમા ચાર લોકો બુધવારે આવી રહ્યા હતા. ત્યારે ચોટીલાથી ડોળીયા તરફ હડાળા ઢેઢૂકી વચ્ચે શ્વાન આડુ ઉતરતા શ્ચાનનો જીવ બચાવવા જતા અકસ્માતે કાર 12 થી 15 ફૂટ ઉંડા નાળામાં ખાબકતા 2 વ્યક્તિના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. અને 2 વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા ઝાલાવાડનાં કર્મચારી વર્ગમાં અકસ્માતને કારણે શોકનો માહોલ છવાયો છે.

રાજકોટ રહેતા અને સુરેન્દ્રનગર જિલ્લા નગર નિયોજક કચેરીના અધિક્ષક તરીકે ફરજ બજાવતા જયેશભાઇ યોગેશભાઇ દવે તેમના સાથી કર્મચારી નગર નિયોજક તરીકે ફરજ બજાવતા રમેશભાઇ કોરડીયા અને ધીરજલાલ લાડાણી રાજકોટથી પરાગભાઇ જયંતિભાઈ પંડ્યાની કાર ભાડે કરી સુરેન્દ્રનગર આવી રહ્યા હતા.

સવારે 10 વાગ્યાના અરસામાં ચોટીલા સાયલા નેશનલ હાઇવે ઉપર વચ્ચે પડેલા શ્વાનને બચાવવા જતા કાર ફંગોળાઇ નાળામાં ખાબકતા સર્જાયેલા અકસ્માતમાં જયેશભાઇ દવે અને કાર ચાલક પરાગભાઇ પંડ્યાના ગંભીર ઇજાને કારણે ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા 108 દ્વારા પ્રથમ ચોટીલા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા હતા. આ અકસ્માત અંગે વધુ તપાસ સાયલા પોલીસ ચલાવી રહેલ છે.

કાર ભાડે કરી હતી
રાજકોટ રહેતા અને સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં આવેલી કચેરીના 2 અધિકારીએ બુધવારે ફરજ પર આવવા વરસાદી વાતાવરણને કારણે ટેક્સિ પાર્સિગ ધરાવતી કાર ભાડે કરેલી હતી. પરંતુ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે તેમ પશુનો જીવ બચાવવા જતા 2 માનવ જીવનનો દીપ બુઝાઈ ગયો હતો.

અન્ય સમાચારો પણ છે...