તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યના પવિત્ર યાત્રાધામ ચામુંડાધામ ચોટીલા શહેરની નગરપાલિકાની ચૂંટણી જંગમાં ઉમેદવારી ચિત્ર સ્પષ્ટ થઇ ચુક્યું છે. પરંતુ 6 વોર્ડમાંથી એક જ વોર્ડમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે જ્યારે બાકીના વોર્ડમાં ત્રણથી ચાર પક્ષોના ઉમેદવારો લડી રહ્યાં છે. પાલિકામાં 15 વર્ષ અગાઉ ભાજપને જનાદશે મળ્યો હતો પરંતુ ત્યાર બાદ એક પણ પક્ષને સ્પષ્ટ બહુમતી મળી નથી. ત્યારે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષ સત્તાના સુકાન મેળવવા એડીચોટીનું જોર લગાવશે.
ચોટીલા શહેરને વર્ષ 2006 માં ગ્રામ પંચાયતમાંથી પાલિકાનો દરજ્જો મળ્યો છે. ત્યાર બાદ સ્થાનિક સ્વરાજ્યનો ચોથો ચૂંટણી જંગ છે. ત્યારે પ્રથમ ચૂંટણી 2006માં 21 સદસ્યો સાથે 7 વોર્ડ અસ્તિત્વમાં હતા તે સમયે ભાજપને ચોટીલા શહેરના મતદારોએ સ્પષ્ટ બહુમતી સાથે 18 સીટો અને કોંગ્રેસનાં ખાતામાં 3 સીટો આવેલી, બીજી ચૂંટણી 2011માં 9 ભાજપ, 10 કોંગ્રેસ, 2 શિવસેનાના ફાળે ગઇ હતી. શિવસેનાનાં સહકારથી ભાજપ સત્તા ઉપર બેસેલ ત્યાર બાદ ભાજપના એક યુવા સદસ્યનું અકસ્માતે મૃત્યુ નિપજતા આવેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે મેદાન મારી સત્તા હાંસલ કરી હતી.
આ સમયમાં તાલુકા કોંગ્રેસનું રબારી સમાજનાં અગ્રણીનું જુથ ભાજપમાં ભળતા પાલિકાની બોડીમાં ચૂંટાયેલ અગ્રણીઓ પણ બીજેપીમાં જતા કોંગ્રેસનું ભાજપીકરણ થયું હતું.ત્રીજી પાલિકા નવી વોર્ડ રચના અને 50% મહિલા અનામત સાથે 2016માં યોજાઇ હતી. જેમાં 13 સીટ ઉપર કોંગ્રેસ અને 11 સીટ ઉપર ભાજપની જીત થઇ હતી. ગત પાલિકાની પ્રથમ ટર્મ બેસે તે પહેલાજ કોંગ્રેસના ચાર સદસ્યને ભાજપમાં ભેળવી લઇ સત્તા ઉપર ભાજપ બેઠાનો ઠાઠ દર્શાવ્યો હતો.
પરંતુ થોડા મહિનાઓ બાદ કારોબારીની રચનામાં ભાજપમાં જોડાયેલા કોંગ્રેસી સભ્યોએ કોંગ્રેસને સાથ આપ્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસનાં એક સદસ્યે રાજીનામુ આપતા આવેલ પેટા ચૂંટણીમાં ભાજપે જીતી 12 નું સભ્ય બળ કર્યુ બીજી ટર્મમાં પ્રમુખની ચૂંટણી કોંગ્રેસના ચાર સદસ્યોએ આંતરીક બળવા રૂપી ગેર હાજર રહી ભાજપની બોડીને સત્તા ઉપર બેસાડી હતી. ચોટીલા શહેરના 16392 મતદાતાઓ કોઇ ને સ્પષ્ટ જનાદેશ આપશે કે અન્ય કોઇ હુકમનું પત્તુ બનશે તે પરિણામ સમયે સ્પષ્ટ થશે હાલ દરેક ઉમેદવારો મતદાતા ને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે.
24 બેઠક, 69 ઉમેદવાર મેદાને
વોર્ડ નં 1 માં 11 ઉમેદવારો છે જેમાં ત્રણ બેઠકમાં ત્રીપાંખીયો જંગ, વોર્ડનં. બે માં 10 ઉમેદવારો, બે સીટ ઉપર ત્રીપાંખીયો, વોર્ડ નં 3 માં 15 ઉમેદવારો છે. ત્રણ બેઠક ઉપર ચોપાંખીયો અને એક બેઠક પર ત્રિપાંખીયો જંગ છે,વોર્ડ નં 4 માં 9 ઉમેદવારો છે. જ્યારે વોર્ડ નંબર 5 મા_ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે, વોર્ડ નં 6 માં 16 ઉમેદવારો છે. તમામ બેઠકો પર ચોપાંખીયો જંગ છે.
પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.