તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધરપકડ:કાબરણ ગામે જુગારના અડ્ડા પર દરોડો,14 જુગારી ઝડપાયા

ચોટીલા10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • બાઇક, મોબાઇલ, રોકડ સહિત કુલ રૂ.1,56,960ના મુદામાલ જપ્ત

ચોટીલા નાનીમોલડી પોલીસ ટીમે બાતમીના આધારે કાબરણ ગામે દરોડો કર્યો હતો. જયાં કુડાળુ વળી જુગાર રમતા 14 શખ્સોને ઝબ્બે કરી તેમની પાસેથી રૂ.1,56,960નો મુદામાલ જપ્ત કરાયો હતો. આ ઝડપાયેલ શખ્સો અને ફરાર શખ્સો સામે જુગારધારા અંગે ગુનો નોંધાયો હતો.

ચોટીલા નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પીએસઆઈ ડી.બી.ચૌહાણ તેમજ સ્ટાફના રાજેશભાઈ મેર હીરાભાઈ સાંબડ, જયસુખભાઇ મેણીયા પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ગુંદા ગામથી કાબરણ જવાના રસ્તે તીન પત્તીનો જુગાર રમતા હોવાની ખાનગી રાહે બાતમી મળી હતી.આથી સ્થળ પર દરોડો પાડતા નાસભાગ મચી પરંતુ પોલીસે 14 જેટલા શખ્સોને ઝડપી પાડ્યા હતા.જેમાં કાબરણ ગામના મેઘાભાઇ દેવશીભાઈ સરવૈયા, ઘુસાભાઇ દેવશીભાઈ સરવૈયા, નારણભાઈ રવજીભાઈ સરવૈયા, વિપુલભાઈ સોમાભાઈ સરવૈયા, સુરેશભાઈ સોમાભાઈ સરવૈયા, અંકિતભાઈ રાણાભાઈ સરવૈયા, પ્રવીણભાઈ રવજીભાઈ બાવળીયા, અરવિંદભાઈ છનાભાઇ બાવળીયા, પુનાભાઈ કાનાભાઈ સરવૈયા, કાળુભાઈ દેવશીભાઈ ડાભી ,ભોજપરીના અજયભાઈ ,મગનભાઈ સરવૈયા, જીવાપરના અશ્વિનભાઈ ડાયાભાઇ સાંકળિયા, કસવાળીના જોરુભાઈ સાદુળભાઈ ચાવડાને ઝબ્બે કર્યા હતા.

આ દરોડા દરમિયાન મોટરસાયકલ -4 કિંમત રૂ 1,20,00 મોબાઈલ-11 કિંમત રૂ.18,000, રોકડ રકમ 18,960 કૂલ મુદ્દામાલ 1,56,960 નો મુદામાલ જપ્ત કરાયો હતો. જ્યારે પકડાયેલ અને ઇસમો અને નાસી છુટેલ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ચોટીલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભીમ અગિયારસનાં સમયમાં જુગાર રમવાની પ્રથા વર્ષો થી ચાલી આવે છે. ત્યારે મોલડી પોલીસ દ્વારા પણ જુગારની બંદી ડામવા પોલીસે કમર કસી છે.

અન્ય સમાચારો પણ છે...