તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવ્ય ભાસ્કર એક્સક્લુઝિવ:ચોટીલા કૉંગ્રેસમાં બળવો, શહેર પ્રમુખ આજે કેસરિયા કરશે

ચોટીલાએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડધમ વાગતાં સ્થાનિક રાજકારણમાં ગરમાવો છવાયો છે. ચોટીલા શહેર કૉંગ્રેસના પ્રમુખ અજય સામંડ પક્ષ સાથે છેડો ફાડી શુક્રવારે કેસરિયા કરી ભાજપમાં પ્રવેશ કરી રહ્યા છે. કૉંગ્રેસ બેનર ઉપર પાલિકાના સભ્ય રહી ચૂકેલા અને શહેર કૉંગ્રેસ પ્રમુખ તરીકે મહત્ત્વનું પદ સંભાળનારા સામંડ કૉંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરી રહ્યા છે. હાલ ચૂંટણીના ઉમેદવારોની પસંદગી જાહેર થાય તે પહેલાં જ કૉંગ્રેસની મહત્ત્વની વ્યક્તિ પક્ષ સાથે છેડો ફાડી રહ્યા છે અને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે.

ભાજપમાં મારો આખો પરિવાર છે, વડીલો કહેશે તે મુજબ જ કરીશ
કોગ્રેસ છોડી રહ્યા છો?

- હા, હું કૉંગ્રેસ પક્ષને છોડું છું.
પક્ષ છોડવા પાછળ શું કારણ શું ?
- કૉંગ્રેસમાં જૂથબંધી વધી ગઈ છે. પક્ષમાં બધું જૂથવાદ પર ચાલી રહ્યું છે. ચૂંટણીઓમાં વ્હાલા-દવલાની નીતિ અને જૂથબંધી ચાલે છે.
ભાજપમાં જોડાવવાનાં છો ?
- હા, ભારતીય જનતા પાર્ટીમાં મારો આખો પરિવાર છે. પરિવાર સામે રહીને અત્યાર સુધી જાહેર જીવનમાં રહ્યો છું પાછો પરિવાર સાથે જઈ ભાજપને મજબૂત બનાવીશ. શુક્રવારે ભાજપ પક્ષમાં જોડાઇ
રહ્યો છું.
કૉંગ્રેસમાં ટિકિટ માગી હતી?
- હા, મેં તાલુકામાં દાવેદારી કરી હતી. આ બાબતે ધારાસભ્ય અને તાલુકા પ્રમુખ સાથે વાતચીત કરેલ કે રીઝર્વ બાદ કરી અન્ય સમાજને પણ પ્રતિનિધિત્વ કરવા મળે તેમ ટિકિટની વહેચંણી કરવી જોઈએ તેમ વહેંચણી નથી થતી, વ્હાલા-દવલાની નીતિ દેખાઈ રહી છે.
ભાજપમાં તાલુકાની બેઠક લડશો?
- હું તો હજુ જોડાઉં છું. માગણી નથી કરી. મારો પરિવાર ઘણા સમયથી ભાજપમાં જોડાયેલો છે. કોઈની દાવેદારી હોઈ શકે, પરિવારના વડીલો કહેશે તે મુજબ કરીશ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો