તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ખનીજ માફિયાઓમાં ફફડાટ:રાજકોટ ખનીજ વિભાગે ચોટીલા હાઇવે પરથી 9 ડમ્પરો ઝડપ્યા

ચોટીલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ક્રોસ ચેકિંગમાં ઝડપાયેલ ડમ્પરો તથા રેતી સહિતનો મુદામાલ નાનીમોલડી અને ચોટીલા પોલીસને સોંપાયો

ચોટીલા હાઇવેપર ગેરકાયદેસર ખનીજ વહન થતુ હોવાની બુમરાડો ઉઠી હતી. ત્યારે ખનીજ ચોરી રોકવા માટે ક્રોસ ચેકીંગ હાથ ધરાયેલ હતુ. જેમા રાજકોટ ખાણ ખનીજ વિભાગ અને ક્રાઈમ બ્રાંચના અધિકારીઓ એ ચોટીલા રાજકોટ હાઇવે ઉપર વોચ ગોઠવી ને નવ ડંમ્પરો ને રેતી ભરેલા પકડી પાડ્યા હતા.આમ નાની મોલડી પોલીસ સ્ટેશન વિસ્તાર માથી પાંચ ડંમ્પરો અને ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તાર માંથી ચાર ડંમ્પરો ઝડપાતા રેતી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.

આ પકડાયેલા ડંમ્પરો અને રેતી ની કિમંત મળી એક કરોડ જેટલી રકમનો મુદ્દામાલ હાલ મોલડી અને ચોટીલા પોલીસ ને સોપી ને તેના માલિકો વિરૂદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આ પકડાયેલ ડંમ્પરો પૈકી બે માં એક રાજકોટ ખાતે ખાસ સ્કવોડમાં ફરજ બજાવતા એક ખાખી વર્ધીધારીનું નામ લખેલ હોવાની ચૌકાવનારી વિગતો સામે આવેલ હોવાનું સુત્રોએ જણાવેલ છે. ત્યારે ગેર કાયદેસર રેતી કારોબારમાં તેઓની ભુમિકા અંગે તપાસ થવાની વકી રહેલી છે.હાલ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ થાય તે પહેલા ઝાલાવાડમાં ગેરકાયદેસર રેતી ખનન અને વહન મોટા પ્રમાણમાં થતુ હોવાનો પુરાવો રાજકોટના અધિકારીઓએ પકડેલા મુદ્દામાલ ઉપર થી સ્પષ્ટ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...