તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલીસના દરોડા:ચોટીલાના મેવાસા(સે) ગામમાં જુગારના અડ્ડા પર રેડ, ઝડપાયેલા 3 જુગારીમાંથી રાજકોટના હિસ્ટ્રિશીટરનું મોત

ચોટીલા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
કુખ્યાત મહેશ ગમારાનું મોત થયું. - Divya Bhaskar
કુખ્યાત મહેશ ગમારાનું મોત થયું.
  • દારૂના કેસની તપાસ કરી પરત ફરી રહેલી નાની મોલડી પોલીસને જુગારની બાતમી મળી હતી
  • પરિવારનો આક્ષેપ: ઢોરા પર દોડાવ્યા અને ધોકા માર્યા એટલે તબિયત લથડી, મોડી સારવાર મળતાં મોત થયું
  • આક્ષેપોને પગલે ચોટીલા પોલીસે ફોરેન્સિક તપાસ અને પોસ્ટ મોર્ટમ માટે મૃતદેહ રાજકોટ લઈ જવાયો

નાની મોલડી પોલીસે સોમવારનાં મોડી સાંજે રાજકોટ જિલ્લાની બોર્ડર ઉપરના મેવાસા (સે) ગામે ઘોડીપાસાના જુગારધામ પર દરોડો પાડતા મચેલી નાસભાગમાં પછી ત્રણ લોકોની તબીયત લથડેલી. જેમાં રાજકોટના નામચીન હિસ્ટ્રીશીટર મહેશ ગમારાનું મોત નિપજતા મામલો બિચક્યો હતો. ચોટીલા હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સમાજના લોકો દોડી આવેલા. પરિવારે પોલીસ સામે આક્ષેપ કરતા લાશને એફએસએલ, પીએમ માટે રાજકોટ રીફર કરાવવામાં આવેલી છે. પરિવારએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ઢોરા પર દોડાવ્યા, ધોકા માર્યા એટલે તબિયત લથડી અને મોડી સારવાર મળતાં મોત થયું હતું.

નાની મોલડી મહિલા પીએસઆઇ સોનારા તથા સ્ટાફના માણસો દારૂના ગુનાની તપાસમાં લોમા કોટડી ગામે ગયા હતા. જેઓ પરત ફરતા તે સમયે સ્ટાફના વલ્લભ ખટાણાને ખાનગી હકિકત મળેલી કે મેવાસા ગામે લાલાભાઇ મુંધવાના બંધ પડતર મકાન પાસે ઘોડીપાસાનો જુગાર રમાય છે. ખાત્રી કરી પંચો સાથે રેડ કરવા પહોચતા ટોળે વળી જુગાર રમતા શખ્સો પોલીસને આવતા જોઈ જતા નાસવા લાગેલા. એક શખસ સ્થળ ઉપર મળી આવેલો. અન્યોને થોડે દૂરથી પકડી જરૂરી બળપ્રયોગ કરી જુગાર સ્થળ પર 6 આરોપીને લાવી કોર્ડન કરી બેસાડી પૂછપરછ અને અંગ ઝડતી કરી હતી.

રાજકોટ દરબાર ગઢ હવેલી ચોકના રહીશ મુકેશભાઇ લક્ષ્મીદાસ કોટક, રાજકોટ પેડક રોડ ખાતે રહેતા મહેશભાઇ સોમાભાઇ ગમારા, રાજકોટ બજરંગવાડી રહેતા સતારભાઇ હબીબભાઇ કોટલિયા, પેડક રોડ રાજકોટના નીલેશભાઇ મુળુભાઇ મુંધવા, રામનાથ પરાના ઇમરાનભાઇ નુરાભાઇ કાલવા ખાટકી, રાજકોટ રણછોડ નગર રહેતા અલ્પેશ ઉર્ફે દિપો મનોજભાઇ ડોડીયાને પકડી પાડેલ હતાં.આ દરોડામાં રૂ. 3,56,800 રોકડા, મોબાઇલ નંગ 4 રૂ. 30,500 અને કાર મળી કુલ રૂ. 6,86,580નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. દરોડાના કારણે 3 લોકોની તબીયત લથડેલી હતી. જેમાં કુખ્યાત મહેશ ગમારા થોડા સમય પહેલા જ એન્જિયોપ્લાસ્ટ કરાવેલું જેને ચોટીલા ખાતે લાવવામાં આવતા તેનુ મોત થયું હતું. અન્ય 2 શખસને બ્લડ પ્રેસરની તકલીફ થતા રાજકોટ રીફર કર્યા હતા.

મેવાસા (સે) ગામે ઘોડીપાસાના જુગારધામ પર દરોડામાં એક શખસનું મોત થતા હોસ્પિટલે મોટી સંખ્યામા લોકો દોડી આવ્યા હતા.
મેવાસા (સે) ગામે ઘોડીપાસાના જુગારધામ પર દરોડામાં એક શખસનું મોત થતા હોસ્પિટલે મોટી સંખ્યામા લોકો દોડી આવ્યા હતા.

મહેશ ગમારાનું મોત નિપજ્યાના સમાચાર વાયુવેગે પ્રસરતા હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં સમાજના લોકો દોડી આવેલા હતા. અને તેના પરિવારજનોએ આક્ષેપ કરેલો કે પોલીસે તેને ઢોરા ઉપર દોડાવે, ધોકા મારેલ તબિયત બગડેલી છતા સારવાર માટે મોડા લાવતા મોત થયુ છે. ​​​​​​​બીજી તરફ અત્રે ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ઢોકળવા ગામે જુગારની રેડમાં નાસી છૂટેલા શખસનું કૂવામાં પડવાથી મોત થયુ હતુ. ત્યારે આ બીજા જુગારના બનાવમાં એક શખસનું મોત થતા ચોટીલા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે.

તબિયત બગડતાં હોસ્પિટલ લઈ ગયા
પંચ રોજકામ સુધી કંઇ જ ન હતુ તબીયત ઠીક નહી જણાતા અમો તુરંત સીધા તેને હોસ્પિટલ લઇ ગયા છીએ. છતા આવા દરોડામાં આવુ થાય એટલે પોલીસ સામે આક્ષેપ થાય છે. ફોરેન્સિક પીએમ કરાવેલુ છે. રીપોર્ટમાં મોતનું કારણ આવશે જ. - પી.આર.સોનારા,પીએસઆઈ,મોલડી

મૃતક સામે અનેક ગુનાઓ નોંધાયા હતા
જુગારની રેડ દરમિયાન મોતને ભેટેલા મહેશ ગમારા વિરૂધ્ધ અસંખ્ય ગુનાઓ પોલીસ દફતરે નોંધાયેલ છે રાજકોટમાં ખૂનની કોશિષ , ખંડણી ફાયરીંગ સહિત 32થી વધુ ગુના નોંધાયા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મહેશ સોમાભાઇ ગમારા વિરૂદ્ધ અત્યાર સુધીમાં ખૂનની કોશિષ, ખંડણી, લૂંટ, મારમારી, જુગાર, ફાયરીંગ, આર્મ્સ એકટ, મનીલેન્ડી અને જુગાર સહિત 34 જેટલા ગુના નોંધાઇ ચૂક્યા હતા. રાજકોટના ભૂમાફીયા જયપાલ - બલી અને બિલ્ડર કમલેશ રામાણી સાથે તેની ગેંગવોર પણ ચાલતી હતી. ચોટીલા પંથકમાં પણ તેના ગુનાઓ છે.

અન્ય સમાચારો પણ છે...