વીજચોરી:ચોટીલા હાઇ-વે પર વીજ ટીમના દરોડા; 50 લાખની વીજચોરી ઝડપાઈ

ચોટીલા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોટીલા નેશનલ હાઇ-વે પર ગુરુવારનાં રાત્રીના આઇસી સ્કોડ વડોદરા દ્વારા વીજ ચોરી અટકાવવા હાથ ધરાયેલ ચેકિંગ દરમિયાન મઘરીખડા નજીક રેતી ચાળવાનો પ્લાન્ટ, પેટ્રોલ પમ્પ, હોટેલ, રેસ્ટોરાં વગેરે જગ્યાએ સઘન વીજ ચેકિંગ હાથ ધરાયું હતું. જેમા રેતી ચાળવાનો પ્લાન્ટ અને કનૈયા હોટલ મઘરીખડામાં વીજ ચોરી, ગેરરીતિ માલૂમ પડતા અંદાજીત રૂ.50 લાખની વીજ ચોરી પકડી પાડી હતી.આ કામગીરી દરમિયાન ગ્રાહકના પુત્ર સહિતના 5 શખસે ચેકિંગ અધિકારી સાથે માથાકૂટ અને ફરજમાં રૂકાવટ કરેલ જે અંગે ચોટીલા પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.

સૂત્રોનાં જણાવ્યા અનુસાર સૂરેન્દ્રનગર સર્કલમાં ચોટીલા પંથકમાં મોટા પ્રમાણમાં વીજચોરી હોવાનું વિભાગનાં ધ્યાનમાં આવતા ગુજરાત ઊર્જા વિકાસ નિગમ વડોદરાનાં આઇપીએસ અધિકારી અનુપમસિંહ ગેહલોત, એમ.આર. ચોધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી મુખ્ય તકેદારી અધિકારી ડી.એમ.વ્યાસ ભાવનગર ઝોનની સાથે આઇસી સ્કોડ વડોદરાની 12 ટીમોએ કચ્છ, મોરબી અને સુરેન્દ્રનગર જીલ્લાના સર્કલ વિસ્તારમાં પેટ્રોલ પમ્પ, હોટેલ, ઢાબા અને રહેણાક વિસ્તારમાં સઘન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...