તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિરોધ:ભીમોરા નજીક સેન્ડ સ્ટોનની લીઝ પર ફેક્ટરીની હિલચાલથી લોકોનો વિરોધ

ચોટીલા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
વિવાદીત સ્થળ ઉપર રોજકામની કામગીરી કરી હતી. - Divya Bhaskar
વિવાદીત સ્થળ ઉપર રોજકામની કામગીરી કરી હતી.
 • લાખણકા, પીયાવાના ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યું
 • સ્થાનિકોની ચીમકીના પગલે તંત્રે સ્થળ પર જઇ લોકોના નિવેદનો લીધા

લાખણકા અને પીયાવા ગામના કેટલાક ખેડૂતોએ ભીમોરા ગામની સીમમાં સેન્ડ સ્ટોનની લીઝ ઉપર કામગીરી શરૂ કરાતા આરોગ્ય અને ખેતીને નુકસાનકારક હોવાની રજૂઆત કરી વિરોધ સાથે વહેલી તકે કામગીરી બંધ રખાવવા માંગણી કરી મામલતદારને આવેદન આપ્યુ હતુ.

ભીમોરા ગામની રે.સ.નં. 43/1/1 વાળી જમીનમાં સેન્ડ સ્ટોનની લીઝ મંજૂર કરી છે. ત્યાં કામગીરી હાથ ધરતા લાખણકા અને પિયાવા ગામના ખેડૂતોમાં વિરોધ ઉભો થયો છે. મંગળવાર ખેડૂતોએ મામલતદારને આવેદન આપ્યુ હતુ. ફેકટરીના કારણે પ્રદુષણ અને જાનનું જોખમ તેમજ આરોગ્ય ખતરો ઉભું થશે. ફેકટરી તાકીદે બંધ કરાવવા માગણી વ્યક્ત કરી છે.

બંન્ને ગામના ખેડૂતો ખોરાણી કરમશીભાઇ, મનસુખભાઈ, લાલજીભાઈ, શૈલેષભાઇ બાવળીયા સહિતનાએ આવેદન સાથે જણાવ્યું કે લીઝ ઉપર ફેક્ટરી બને છે. તેની આજુબાજુ ઘણા બધા ખેડૂતોની જમીનો છે. અમારી ખેતીની જમીનને નુકશાન કરતા હોઇ તેમજ શ્વાસ લેવામાં અને ટીબી, ફેફસાની બિમારીનો ભય રહે છે. આ ગંભીર પ્રશ્ન બાબતે તંત્ર જો બેદરકારી રાખશે તો ન છુટકે ગાંધી આંદોલન કરવા લેવા ચિમકી ઉચ્ચારી છે .

પંચ ખનીજ વિભાગને અહેવાલ મોકલશે
આવેદનને આધારે મામલતદાર કચેરીના સર્કલ સહિતનાને બુધવારના સ્થળ રોજકામ કરવા મોકલ્યા હતા, જેઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સેન્ડ સ્ટોનની લીઝ મંજુર થયેલ છે. પરંતુ હજુ સુધી કાંઇ શરૂ નથી થયું.જે સર્વે નંબરની સ્થાનિકોની રજૂઆત છે તેની માપણી થયેલી નથી તેમ છતા પંચ રોજકામ સાથેનો અહેવાલ અને લોકોની રજૂઆત ખનીજ વિભાગને મોકલાશે. - પી એલ.ગોઠી,મામલતદાર

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો