તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:ચોટીલામાં આઉટ સોર્સિંગ કર્મી 4 માસથી પગાર વિહોણાં

ચોટીલાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સપ્તાહમાં નિરાકરણ નહીં તો હડતાલની ચીમકી

ચોટીલા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આઉટ સોર્સીંગ કર્મચારીઓનો ચાર માસથી પગાર થયો નથી. આથી સફાઇ હડતાલની ચીમકી સાથે અધિક્ષક સહિતનાએ રજૂઆત કરી ઉકેલ લાવવા રજૂઆત કરી છે.

ચોટીલા રેફરલ હોસ્પિટલ અને સામુહિક આરોગ્ય કેન્દ્રમા આઉટ સોર્સીંગ સેવા આપતા વર્ગ-4ના કર્મચારી અને સફાઇ કર્મચારીઓની પગારની ચૂકવણી છેલ્લા 4 મહીનાથી કરવામા આવી નથી. જેના કારણે 10 દિવસની અલટીમેન્ટ હોસ્પિટલમા લેખીતમા આપવામા આવેલુ છે. રજૂઆતમાં જણાવ્યું છે કે કોરાના સમયે પણ કોરાનગ્રસ્ત લોકોને સારવાર સમયે સફાઇ કામગીરી કરેલી અને સમયસર હોસ્પિટલમા કામકાજ કર્રીએ છતા છેલ્લા 4 મહીનાથી પગાર થયો નથી. અને પગાર બાબતે અધિકારી પણ પગારના ખોટા વાયદા કરે છે. તેમજ પગાર સ્લીપ પણ આપવામા આવતી નથી.

આ અંગે રેખાબેન પરમારે જણાવ્યું કે હોસ્પિટલમા કામ કરતા વર્ગ-4ના સફાઇ કર્મચારીઓને છેલ્લા 4 મહીનાથી પગાર ન ચુકવતા અને અધિકારી દ્વારા પણ વ્યવસ્થિત જવાબ ન મળતા હાલ આ કર્મચારીઓની હાલત કફોડી બની છે. 10 દિવસમાં યોગ્ય કરવામાં નહિં આવેતો હડતાલ પર ઉતરવાની ચીમકી આપવામા આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો