તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ચોટીલા પાસે કાઠી દરબારોની પવિત્ર જગ્યા એવા નવા સુરજદેવળ ખાતે અમરેલીના લુવારા ગામની ઘટનાના વિરોધમાં કાઠી દરબાર અને ક્ષત્રીય આગેવાનોનું મહાસંમેલન યોજાયુ હતુ. જેમાં હુકાર કરતા આગેવાનોએ કહયુ હતુ કે, કાન ખોલીને સાંભળીલો, અન્યાય સહન કરવામાં નહી આવે કાઠી તલવારની સાથે પેન ચલાવતા પણ શીખી ગયા છે. લુવારામાં હુમુબા વિરૂધ્ધ દાખલ કરવામાં આવેલી ખોટા ગુનાની બી સમરી ભરો, સી સમરી સ્વકાર્ય ન હોવાનું જણાવ્યુ હતુ. આ ઉપરાંત જો ન્યાય કરવામાં નહી આવે તો તા.14 અથવા 21એ અમરેલીમાં પણ મહાસંમેલન યોજીશું.
અમરેલીના લુવારા ગામે પોલીસનો વિડીયો ઉતારનારી કાઠી ક્ષત્રિય સમાજની દિકરી સામે ગુનો દાખલ કરી પોલીસે કરેલા વ્યવહારનો સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. જેના પડઘા રૂપે રવિવારે સુરજદેવળ ખાતે મહાસંમેલન યોજાયુ હતુ. લોકો સંમેલનમાં ન પહોંચે તે માટે અન્ય જિલ્લામાં આવતા લોકોને અટકાવવામાં આવ્યા હતા. તેમ છતા ખુબ જ બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજનાં આગેવાનો એકઠા થઇ હેમુબેન સાથે પોલીસે કરેલા દુર્વ્યવહારને વખોડી અમરેલી પોલીસવડા અને ઘટનામાં સંકળાયેલા પોલીસ સામે સસ્પેન્સન ડીસમીસ જેવા પગલા તેમજ બેન સામે દાખલ કરાયેલી ફરીયાદમાં બી સમરી, પોલીસ વડાની બદલી સહિતની માંગણીઓ કરાઇ છે. નહી તો સંમેલન સત્યાગ્રહમાં પરીવર્તિત થશે.
હવે પછીનું બીજુ સંમેલન અમરેલી જિલ્લામાં યોજાવાની હાકલ કરી હતી. આ અંગે રામકુભાઇ ખાચરે કહ્યુ કે, એક કોમ, એક જ્ઞાતી, એક કોમ્યુનિટી એની ખુમારીથી જીવતી હોય, અસ્મિતાથી જીવતી હોયએ જ્યારે સહન ન થાય ત્યારે સમજવું એ દેશ અદ્યપતનના રસ્તે જઇ રહ્યો છે.
હવે જે કંઇ થશે તે અજુગતું હશે, નો આવેદન, નો નિવેદન ઓન્લી એકશન
હેમુબા ઉપર ખોટા કેસો કરી અત્યાચાર કરાયો છે. તેમા દોષિત કર્મચારી, અધિકારી સામે ગૂનો દાખલ થાય અને ડીસમીસ કરવામાં આવે અઢી વર્ષમાં સમાજ સામે દાખલ થયેલ ગુનાનું રીઇન્વેસ્ટીગેશન કરવામાં આવે. આ સમાજે એની ખુમારી અકબંધ રાખી છે. ખુમારી ઉપર ઘા કરાવનારની મુક સંમતિ છે એને આપણા વિના રળતુ નથી, આપણે એને ઓળખી શક્તા નથી, અન્યાય કરનારને ડીસમીસ, દોષિતોને સજા, હવે જે કંઇ થશે અજુગતું થશે નો આવેદન, નો નિવેદન ઓન્લી એકશન. > જે.પી.જાડેજા,રાજપૂત કરણી સેના ગુજરાત
અનિચ્છનીય બનાવ ન બને તે માટે 200 પોલીસ જવાન સાથે સઘન બંદોબસ્ત ગોઠવાયો
સંમેલન અનુસંધાને જીલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ ચોટીલા, સાયલા, આણંદપુર, બામણબોર, થાનગઢ સહિતના રોડ અને ગ્રામ્ય રસ્તાઓ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયેલ, ચેક પોસ્ટ, બેરીગેટ, 3 ડીવાય એસ, 4 પી આઇ, 16 પીએસઆઇ, મહિલા પોલીસ, હથિયારધારી એસઆરપી, 200 જેટલા પોલીસ કર્મીઓ, તેમજ સતત ક્રોસ વાહાન પેટ્રોલીંગ અને જીલ્લા ની તમામ બ્રાન્ચ અને તાલુકાની પોલીસ ચોટીલા ખડકી દેવામાં આવેલ હતી. બોડી પ્રોટેકટર, હેલ્મેટ, લાઠી, ઢાલ, ગેસ ગન, રબ્બર બુલેટ, રેડીયમ જેકેટ ફાયર ફાઇટર, વાહનો સહિત ની તૈયારીઓ રાખવામાં આવેલ હતી.
કોઇ ઉમેદવાર પ્રચાર માટે આવવો ન જોઇએ, ચૂંટણીનો બહિષ્કાર કરીશું,
ગામમાં કોઈ પણ ઉમેદવાર પ્રચાર માટે આવવો ન જોઇએ, ન્યાય ન મળે તો સ્વરાજ્ય ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો છે. ચાહે સામે કોઈપણ પાર્ટી હોય, ખુનના છેલ્લા કતરા સુધી લડવા તૈયાર છીએ, પ્રશાસન નહી સુધરે તો પરિસ્થિતિ બગડશે જીમ્મેદારી સરકારની રહેશે. પછી સંમેલન અમરેલી તા. 14 અથવા 21 ઝંડા અને ડંડા સાથે સંવિધાનમાં પ્રાધાન્ય છે. સ્વરક્ષણ કરવાનું, જોઇ લઇ એસપી ને ફોજી છું, બોલુ છું એ કરૂ છું. સંવિધાનનો દૂર ઉપયોગ ન કરો સમાજ જાગૃત થઈ ગયો છે.> રાજ સેખાવત,રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના-રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.