માસની તસ્કરી:ચોટીલાના નાનીયાણીની સીમમાં નીલગાયની ગોળી મારી હત્યા

ચોટીલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ચોટીલાના નાનીયાણી વિસ્તારમાં નીલ ગાયનો શિકાર કરી તેના માસ ની તસ્કરી થતી હોવાની ઘટના જીવદયા પ્રેમીઓ સામે આવતા વન વિભાગને જાણ કરી હતી.આથી વનવિભાગ ટીમ ઘટના સ્થળે દોડી જઇ તપાસ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

ચોટીલાના નાનીયાણી વિસ્તારમાં કેટલાક દિવસોથી શિકાર કરી માસની તસ્કરીનું અધમ કૃત્ય કરનાર ગેંગ સક્રિય બનેલ હોવાની માહિતી જીવદયા પ્રેમીઓને મળી હતી.આ અંગે વાઇલ્ડ લાઇફ એકટીવિસ્ટ ભાવિનભાઇ, હરેશભાઈ ચૌહાણ, દલસુખભાઇ, સહિતના લોકો હકિકત વાળા વિસ્તારમાં જઇ તપાસ કરી હતી.જ્યાં એક નીલ ગાયને દેશી બંદુકના ભડાકે દિધી હોવાના નિશાનો તેમજ ઘાતક હથિયારોથી તેને ચીરફાડ કરીને માસ કાઢીને લઇ ગયા હોવાનું જણાયુ હતુ.ચોટીલા પંથકમાં મોટો વીડી વિસ્તાર છે જેમા મોટી સંખ્યામાં નીલ ગાય રોઝની વસ્તી વસે છે.આવા વિસ્તારની આસપાસ બહારના લોકોની અવર જવર અને નજીકમા રહેતા અજાણ્યા બહારના લોકો આવા ધંધા સાથે સંકળાયેલા હોવાની ચર્ચા છે. તેમજ નીલ ગાયના મીટની માર્કેટમાં ડીમાન્ડ છે. જેથી તેને ખરીદનારા પણ મોટા શહેરનો મીટ માર્કેટના ધંધાર્થીઓ આવા લોકો પાસે શિકાર કરાવી મોટૂ કૌભાંડ ચાલતુ હોવાની આશંકા જીવદયા પ્રેમીઓ એ વ્યક્ત કરી છે. વન વિભાગે પણ સઘન પેટ્રોલીંગ કરી આવા શખ્સોને પકડી કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...